શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બિલ્ડર પાસેથી 1000 અને 500 ના દરની પુરાવા વગરની 1 કરોડ 40 લાખી નોટ મળી આવી
અમદાવાદઃ એલિસબ્રિજ વિસ્તારમાંથી પોલીસ રેડમાં 500 અને 1000 દરની 1 કરોડ 40 લાખની નોટો મળી આવી છે. આ મામલે બિલ્ડર સહિત 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા રોકડ રમકના કોઇ આધાર પુરાવા ના મળતા પોલીસે અટકાયત કરેલા લોકોને IT વિભાગને હવાલે કર્યા છે.
500, 1000ની નોટો બંધ થયા બાદ લોકોને રૂપિયાના ફાંફાં પડી રહ્યા છે. ત્યાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં જૂની ચલણી નોટોના લાખો કરોડો રૂપિયા મળી આવ્યા છે. અમદાવાદના એલીસબ્રીજના ભુદરપુરા વિસ્તારમાં પોલીસે બુધવારે રાત્રે આનંદ બિલ્ડરની ઓફિસમાં રેડ કરી અને 1 કરોડ 40 લાખ રૂપિયા ઝડપી પાડ્યા હતા. પોલીસે ક્રિષ્ના એપાર્ટમેન્ટનાં પાર્લ ઓર્નામેન્ટની પાછળના ભાગે આવેલા ભોંયરામાં પોલીસ ત્રાટકી હતી. ત્યાં બિલ્ડર આનંદ હેમેંદ્રભાઈ શાહ, દિનેશ રબારી, હેમ શાહ નામના 3 લોકો રૂપિયા ગણવાના મશીનથી રૂપિયા ગણી રહ્યા હતા. .પોલીસે રોકડા 1 કરોડ 40 લાખ બાબતે પુછપરચ કરતા આ રૂપિયા પેમેન્ટના હોવાની આરોપીઓએ કેફિયત રજુ કરી હતી. પણ આ અંગેના કોઈ નક્કર આધાર પુરાવા ના મળતા પોલિસે ત્રણેયની અટકાયત કરી ઇનકમ ટેક્સ વિભાગને જાણ કરી વધુ તાપસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement