શોધખોળ કરો
અમદાવાદની વધુ 12 હોસ્ટિલોને કોવિડ-19 હોસ્પિટલો તરીકે જાહેર કરાઈ, જુઓ આ રહ્યું નવું લિસ્ટ
અમદાવાદમાં કોરોનાના કારણે વધુ 12 હોસ્પિટલોને COVID 19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં પણ કોરોનાનો ઈલાજ કરી શકાશે. ગુ

અમદાવાદમાં કોરોનાના કારણે વધુ 12 હોસ્પિટલોને COVID 19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં પણ કોરોનાનો ઈલાજ કરી શકાશે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાને કારણે 363 લોકોનાં મોત થઈ ચુક્યા છે. 12 હોસ્પિટલને કોવીડ 19 હોસ્પિટલ તરીકે અપાઈ મંજુરી 1) શ્રેય હોસ્પિટલ, નવરંગપુરા 2) નીધી હોસ્પિટલ, નવરંગપુરા 3) ગ્લોબલ હોસ્પિટલ, સિંધુભવન રોડ 4) AIMS હોસ્પિટલ, પાલડી 5) સોલાર હોસ્પિટલ, નવરંગપુરા 6) રુદ્રાક્ષ હોસ્પિટલ, નરોડા 7) કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સજીપુર ટાવર 8) સરસ્વતી હોસ્પિટલ, બોપલ 9) રતન હોસ્પિટલ, ઇસનપુર 10) સ્પંદન હોસ્પિટલ, વસ્ત્રાલ 11) સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ, ગુજરાત કોલેજ 12) બોપલ iCU અને ટ્રોમા સેન્ટર, બોપલ અમદાવાદમાં કોરોના સંક્રમણના 5540 કેસ નોંધાયેલા છે જેમાં 363 લોકોનાં મોત નિપજ્યાં છે અને 1107 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો




















