શોધખોળ કરો
અમદાવાદમાં નવા 151 કેસ નોંધાયા, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1652 થઈ
અમદાવાદમાં કોરોનાના વધુ 151 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1652 પર પહોંચી છે.
![અમદાવાદમાં નવા 151 કેસ નોંધાયા, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1652 થઈ 151 new cases reported in Ahmedabad અમદાવાદમાં નવા 151 કેસ નોંધાયા, શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1652 થઈ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/24022348/Covid-plus.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના વધુ 151 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1652 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 69 લોકોના મોત થયા છે, જ્યારે 113 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા કોરોના વાયરસના વધુ 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 દર્દીઓનાં મોત થયા છે અને 79 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2624 થઈ છે અને મૃત્યુઆંક 112 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદ શહેરમાં નવા 151 કેસ નોંધાયા છે તે તમામ કેસમાંથી 80થી 85 ટકા કેસ હોટ સ્પોટ વિસ્તારના છે. જ્યારે 20 ટકા અન્ય વિસ્તારમાંથી આવ્યા છે. શહેરમાં અત્યાર સુધી કુલ 113 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)