શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: અંજલી બ્રિજ પર મુંબઈના વેપારી પાસેથી 1 કરોડના સોનાની લૂંટ, પોલીસે શરૂ કરી તપાસ
લૂંટારૂઓએ પોલીસની ઓળખ આપ્યા બાદ લૂંટ કરી હતી
અમદાવાદ: અમદાવાદમાં અંજલી બ્રિજ પર મુંબઈના એક વેપારી સાથે આશરે 2.5 કિલોના અંદાજિત એક કરોડના સોનાની લૂંટ થઇ છે. એક્ટિવા પર આવેલાં બુકાનીધારી કેટલાક શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ પોલીસની ઓળખ આપ્યા બાદ લૂંટ કરી હતી. આ મામલે હાલ વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મુંબઈથી વેપારી માર્કેટિંગ માટે સોનુ લઈને અમદાવાદમાં આવતો હતો. આ વેપારી જ્યારે પાલડીના અંજલિ બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એક્ટિવા પર આવેલાં કેટલાક લૂંટારૂઓ તેને આંતરીને સોનું લૂટી લીધી હતું. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સરાજાહેર આ ઘટના બનતા અમદાવાદની કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
એક કરોડના સોનાની લૂંટ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી. વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે તો સીસીટીવી ફૂટેજ આધારે પણ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement