શોધખોળ કરો

Ahmedabad Corona: અમદાવાદમાં કોરોનાના 3 કેસ નોંધાયા, જાણો એક્ટિવ કેસની સંખ્યા ?

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે દરરોજ 100ના બદલે 500 જેટલા ટેસ્ટિંગ કરાશે.

અમદાવાદ :  અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે દરરોજ 100ના બદલે 500 જેટલા ટેસ્ટિંગ કરાશે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોંચી ગયો છે.  જેને લઈ  ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ અને આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદમાં વધુ ત્રણ કેસ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આજે એક દિવસમાં ત્રણ કોરોના કેસ નોંધાયા છે. હાલમાં કુલ 60 એક્ટિવ કેસ છે જેમાં 47 કેસ પશ્ચિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે.   પોઝિટિવના નોંધાયા છે. 2 પુરુષ અને 1 સ્ત્રી કોવિડ સંક્રમિત મળ્યા છે. બોડકદેવ વેજલપુર અને ઓઢવ વિસ્તારના સ્થાનિક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  ત્રણ પૈકી બે દર્દીઓ મહારાષ્ટ્ર અને મુંબઈથી આવ્યા પરત હતા.  હાલ અમદાવાદ શહેરમાં 60 કેસ એક્ટિવ છે.  જેમાં એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.    

દેશમાં COVID JN.1 ના 263 કેસ

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 સબ-વેરિઅન્ટ JN.1 ના 263 કેસ નોંધાયા છે. Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) ના ડેટા અનુસાર, આમાંથી અડધાથી વધુ કેસો કેરળના છે. INSCOG અનુસાર, અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સબ વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યા છે.  દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા લોકો ચિંતામાં છે.         

કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે

Indian SARS-CoV-2 Genomics Consortium (INSACOG) અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં (133), ગોવા (51), ગુજરાત (34), દિલ્હી (16), કર્ણાટક (8), મહારાષ્ટ્ર (9), રાજસ્થાન (5), તમિલનાડુ (4), તેલંગાણા (2) અને ઓડિશા (1) ) કેસ મળ્યો છે. 

નવા વેરિઅન્ટનું સતત નિરીક્ષણ

INSACOGના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં દેશમાં જોવા મળેલા કોરોના કેસમાં નવો પ્રકાર JN.1 હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ JN.1 ને તેના ઝડપી વૈશ્વિક પ્રસાર પછી દેખરેખ હેઠળ રાખવા માટેના સ્વરુપના રુપમાં ક્લાસિફાઈ કર્યું છે. INSACOG ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં દેશમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી 179 JN.1 ના હતા, જ્યારે નવેમ્બરમાં આવા કેસોની સંખ્યા 17 હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના 'JN.1' વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે તેને 'વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યો છે.

ઘણા દેશોમાંથી જેએન.1 કેસ પ્રકાશમાં આવી રહ્યા છે

જો કે, તાજેતરના અઠવાડિયામાં, ઘણા દેશોમાંથી JN.1 ના કેસ સતત નોંધાયા છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશમાં કોવિડ -19 કેસની સંખ્યામાં વધારો અને JN.1 પેટા સ્વરૂપો પર સતત નજર રાખવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 573 નવા કેસ નોંધાયા છે અને સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 4,565 છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget