શોધખોળ કરો
Advertisement
અમદાવાદની કઈ પોળમાં એક જ પરિવારના ચાર લોકોને લાગ્યો કોરોનાવાયરસનો ચેપ?
અમદાવાદના નવા નોંધાયેલા 7 કેસમાંથી 6 કેસ સ્થાનિક કેસ લોકલ ચેપના કારણે લાગ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધીને 95 થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા તમામ 7 કેસ અમદાવાદના છે. આ કેસોમાં એક સાત વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે. તેની સ્થિતી હાલ સારી છે.
ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પોતાની પત્રકાર પરિષદમા માહિતી આપી કે, અમદાવાદના નવા નોંધાયેલા 7 કેસમાંથી 6 કેસ સ્થાનિક કેસ લોકલ ચેપના કારણે લાગ્યા છે. આ નવા કેસોમાં એક વ્યક્તિ દિલ્હી ગયા હતાં એવી ટ્રાવેલ હિસ્ટરી છે.
અમદાવાદમાં નવા નોંધાયેલા કેસોમાં ચોંકાવનારી બાબત એ છે કે, 4 કેસ કાલુપુરની માતાવાળીની પોળના એક જ પરિવારના છે. આ પરિવારના લોકો દિલ્હી જઈને આવેલા દર્દીના સંપર્કમાં આવ્યાં હોય તેવી માહીતી મળી રહી છે. તેમના સંપર્કમાં આવવાના કારમે આ 4 લોકોને પણ ચેપ લાગ્યો છે. અમદાવાદની પોળોમાં વસતી ગીચ હોય છે એ જોતાં પોળમાં લોકોને ચેપ લાગે એ બાબત ખતરનાક ગણી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement