શોધખોળ કરો
Advertisement
અમદાવાદના નારણપુરાના જીવનસંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધો કોરોના પોઝિટિવ
અમદાવાદ મહાનગર પાલિકાએ 90 જેટલા વૃદ્ધોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 42 પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદ: અમદાવાદમાં નારાણપુરા સ્થિત જીવન સંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધો કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ 90 જેટલા વૃદ્ધોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 42 પોઝિટિવ આવ્યા છે. એન્ટીજન ટેસ્ટમાં 42 વૃદ્ધો કોરોના પોઝોટિવ આવતા જીવનસંધ્યા વૃદ્ધાઆશ્રમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે.
પહેલા માળ પરના પાંચ રૂમમાં રહેતા વૃદ્ધો અને બીજા માળ પરનાં સાત રૂમમાં રહેતા વૃદ્ધોના કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. આગામી સાત દિવસ જીવનસંધ્યા વૃદ્ધાઆશ્રમના અન્ય લોકોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે અનુસાર દોઢ મહિનામાં હર્ડ ઈમ્યુનિટી 17 ટકાથી વધીને 23 ટકાએ પહોંચી છે. નિષ્ણાંતોના મતે કોરોના સંક્રમણના કેસ ઘટવા પાછળ હર્ડ ઈમ્યુનિટિ જવાબદાર છે.
અમદાવાદ મહાનગર પાલિકાએ ત્રીજા તબક્કાના સીરો સર્વેની શરૂઆત કરી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરાયા છે. પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર અને બીજા તબક્કામાં વધુ 10 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. બીજા તબક્કામાં હર્ડ ઈમ્યુનિટિ 23 ટકાની આસપાસ નોંધાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement