Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા 5 પ્રોજેકટ એકથી દોઢ વર્ષમાં જ બંધ થયા
સાબરમતી રિવરફ્રન્ટ ના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે એકથી દોઢ વર્ષમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે એકથી દોઢ વર્ષમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2015 થી 2022 સુધીમાં પાંચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.જે પૈકી ત્રણ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે તો એ સિવાયના બાકીના પ્રોજેકટ મૃતપાય અવસ્થામાં છે. ABP અસ્મિતાએ સૌ પહેલા પાલડીથી જમાલપુરને જોડતી ઝીપ લાઈન સેવાનું રિયાલિટી ચેક કર્યું.અંદાજે 21 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ પ્રોજેકટની વિશેષતા જોઈએ તો સાબરમતી નદીથી 40 ફૂટ ઉપર દોરડા વડે એક સ્થળથી બીજા સ્થળ જવાનું આયોજન, એક વ્યક્તિની ટિકિટ નો દર 400 રૂપિયા નક્કી કરાયો હતો. 350 મીટરનું અંતર હવામાં કાપી શકાય તે પ્રકારનું આયોજન હતું. પૂર્વ મેયર મીનાક્ષી પટેલે પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો. હાલ તદ્દન ધૂળ ખાતી હાલતમાં અને દારૂની પોટલીઓ પ્રોજેક્ટના સ્થળે પડેલી છે.
આ જ સ્થિતિ વોટર એક્ટિવિટી માટે પણ જોવા મળી. જેટ્સકી,વોટરબોટ અને ક્રુઝ બોટ AMC એ મનોરંજન માટે શરૂ કર્યા હતા.જેનો ઉપયોગ આશ્રમ રોડ રિવરફ્રન્ટથી જમાલપુર રિવરફ્રન્ટના વચ્ચેના ભાગના ઉપયોગ માટેનો હતો.આ પ્રોજેકટની અંદાજીત કિંમત 70 થી 80 લાખ થવા પામી હતી.એક મુલાકાતીની ટિકિટનો દર લઘુત્તમ 100 થી મહત્તમ 1500 રાખવામાં આવ્યો હતો.મુલાકાતીઓના ઓછા ઘસારાના કારણે હાલ આ તમામ ઉપકરણો પાણીમાં બાંધીને મૂકી દેવાયા છે.વોટર એક્ટિવિટી AMC એ વર્ષ 2020-21 માં શરૂ કરી હતી.
કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાતઃ સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.
રાજકોટમાં કેજરીવાલનો ડોર ટુ ડોર પ્રચાર
રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.
રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.