શોધખોળ કરો

Ahmedabad: મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતાં આ પ્રતિષ્ઠિત સંસ્થામાં કોરોના વિસ્ફોટ....

ડો.મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું નહોતું આપ્યું.

અમદાવાદઃ અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે. 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.

ડો.મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં  વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIM ના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27,  જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24,   ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget