શોધખોળ કરો
અમદાવાદના ક્યા વિસ્તારમાં શાકભાજીના ફેરિયા સહિતના 709 સુપર સ્પ્રેડરના રીપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ ?
આ 709 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ દર્દી દરિયાપુર, શાહપુર અને કાલુપુર સહિતના વિસ્તારોમાંથી મળી આવ્યા છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. તેના કારણે અમદાવાદમાં રહેનારાં લોકો ચિંતામાં છે ત્યારે તેમની ચિંતા વધે એવા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના હોટ સ્પોટ એવા કોટ સહિતના વિસ્તારોમાંથી 705 કોરોનો પોઝિટિવ દર્દી એવા મળી આવ્યા છે કે જે સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે.
આ 709 સુપરસ્પ્રેડર કોરોના પોઝિટિવ દર્દી અમદાવાદની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ 709 સુપર સ્પ્રેડર કોરોના પોઝિટિવ દર્દી દરિયાપુર, શાહપુર અને કાલુપુર સહિતના હોટ સ્પોટ વિસ્તારોમાંથી મળી આવ્યા છે. પહેલાંથી જ રેડ ઝોનમાં આવેલા વિસ્તારોમાંથી સુપર સ્પ્રેડર દર્દીઓ મળી આવતાં તંત્રમાં ચિંતા પેઠી છે. આ સુપર સ્પ્રેડર હજાર લોકોના સંપર્કમાં આવ્યા હોવાની શંકા છે. તેના કારણે અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આગામી દિવસોમાં મોટો ઉછાળો આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશને સુપર સ્પ્રેડર દર્દીઓની યાદી અનેક વખત છુપાવી હોવા છતાં પોઝિટિવ દર્દીઓની યાદી લીક થઈ જતાં આ ઘટસ્ફોટ થયો છે. આ યાદીમાં અમદાવાદના કોટ વિસ્તારના 709 પોઝિટિવ દર્દીઓ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે 8420 થઇ ગયો છે. અમદાવાદ ધીરે ધીરે દેશમાં કોરોનાના સૌથી મોટા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે આ ઘટસ્ફોટ અમદાવાદીઓની ચિંતા વધારી દેશે. હાલ ગુજરાતમાં કોરોનાના કુલ પૈકીના 74 ટકા કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા દેશના જિલ્લાઓમાં પણ મુંબઇ બાદ અમદાવાદ બીજા સ્થાને છે. આ આંકડા પરથી જ અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ મેળવી શકાય છે ત્યારે આ નવો ઘટસ્ફોટ અમદાવાદમાં સ્થિતી હજુ ગંભીર બનશે તેનો સંકેત આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement