Ahmedabad: અમદાવાદમાં ઓઢવ રિંગરોડ પર લોડિંગ ટેમ્પોએ 3 વર્ષની બાળકીને કચડી નાખતા મોત
અમદાવાદ: શહેરના ઓઢવ રિંગરોડ પર હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. પામ હોટેલની પાસે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકની ત્રણેક વર્ષની પુત્રી ગેસના રિફીલ ભરેલ લોડિંગ ટેમ્પા નીચે કચડાઈ ગઈ છે.
અમદાવાદ: શહેરના ઓઢવ રિંગરોડ પર હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. પામ હોટેલની પાસે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકની ત્રણેક વર્ષની પુત્રી ગેસના રિફીલ ભરેલ લોડિંગ ટેમ્પા નીચે કચડાઈ ગઈ છે. ટેમ્પા ચાલક બાળકીને કચડી નાંખતા અરેરાટી મચી ગઈ છે. બાળકીને રિંગરોડ પરની વિરાટનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ગેસના રિફીલ ભરેલ લોડિંગ ટેમ્પો ચાલકને ઘટના બાદ લોકોએ ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના પ્રવાસે જતી વિદ્યાર્થીની બસનો અકસ્માત
બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ વિદ્યાર્થીઓને લઇને શૌક્ષણિક પ્રવાસે સૌરાષ્ટ્ર જઇ રહી હતી. આ સમયે અચાનક કોઇ કારણોસર બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બસમાં સવાર વિદ્યાર્થીઓમાંથી આઠથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ શેખ હતું જેની 19 વર્ષ હતી. બંને મૃતક મિત્રો હતા અને લીંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં રહેતા હતા.