શોધખોળ કરો
Advertisement
ગુરુકુળ મહિલા કૉલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસની કરાઈ ભવ્ય ઉજવણી
સમગ્ર કાર્યક્રમમાં આશરે 70 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. વક્તૃત્વ સ્પર્ધાનો મુખ્ય વિષય ' થ્રી સ્ટેપ્સ ઓફ પેટ્રિઓટિઝમ ' હતો.
અમદાવાદ: ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ દ્વારા નેશનલ યુથ ડે એટલે કે સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતી નિમિત્તે તારીખ 12-01-21નાં રોજ અંગ્રેજી વિભાગ દ્વારા સંચાલિત વિલિયમ શેક્સપીયર સ્ટડી સર્કલ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલો.
રામકૃષ્ણ મિશનનાં સ્વામી આત્મદીપાનંદજી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હતા. સ્વામીજીનો પરિચય સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ડૉ.અનુપમ નાગરે આપ્યો હતો. સ્વામી આત્મદીપાનંદજીએ પ્રાસંગિક અને ખૂબ જ પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના જીવન વિશેની વિગતવાર માહિતી પોતાની આગવી શૈલીમાં આપી અને વિદ્યાર્થિનીઓને ખૂબ જ ઉપયોગી એવું જીવન જીવવાનું ભાથું પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ઉર્વી મોઢાએ કર્યું હતું. ડૉ.નયન ટાંક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આભાર દર્શન ડૉ.કેતકી પંડ્યા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં આશરે 70 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. વક્તૃત્વ સ્પર્ધાનો મુખ્ય વિષય ' થ્રી સ્ટેપ્સ ઓફ પેટ્રિઓટિઝમ ' હતો. વક્રતુત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કુ.અદિતિ દવે એ મેળવ્યો છે. જે એમ. એ.ની વિદ્યાર્થિની છે . એમ. એ.ની જ વિદ્યાર્થિની કુ.મૈત્રી થાનકી એ દ્વિતીય ક્રમ મેળવ્યો છે અને તૃતિક ક્રમ બી. એ.સેમ.-4 ની વિદ્યાર્થિની કુ.હિરલ સાદિયા એ મેળવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement