શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ મનપાના ડેપ્યુટી કમિશનર પર હુમલા મામલે પોલીસ એક્શનમાં, હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

Ahmedabad: અમદાવાદમાં દબાણ હટાવાની કામગીરી સમયે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ટીમ પર હુમલો કરવામાં આવ્યો

Ahmedabad: અમદાવાદમાં દબાણ હટાવાની કામગીરી સમયે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. હવે આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. શાહીબાગ પોલીસે 9 લોકો સામે નામજોગ અને 7 અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

 હાઈકોર્ટના આદેશ પ્રમાણે અસારવા સિવિલ પાસે જહાંગીરપુરામાં રાત્રે દસ વાગ્યે દબાણ હટાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ સહિતની ટીમ પહોંચી હતી. ટ્રાફિકને અડચણ સર્જાય તે રીતે ઉભી રાખવામાં આવેલી લારીઓને સમજાવટ કરીને હટાવવામાં આવી રહી હતી. આ સમયે અચાનક કેટલાક સ્થાનિક ધંધાર્થીઓ અને અસામાજિક તત્વો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને દબાણ હટાવતી ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે મહાનગરપાલિકાના 25થી 30 કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હુમલામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે ઈજા પહોંચતા તેઓને લોહીલુહાણ હાલતમાં એસ વી પી હોસ્પિટલ ખસેડાયા હતા. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન તેમના ખબર-અંતર પૂછવા ગયા હતા. તેમણે આ ઘટનાની વખોડી કાઢીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની રજૂઆત કરવાની વાત કરી હતી.

બીજી તરફ અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કરવામાં આવ્યા હતા. પરંતુ AMC તંત્રના અધિકારીઓ તેનું પાલન કરવવામાં નિષ્ફળ ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની દિવાળી સુધરી છે. અલગ અલગ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ 5 થી 10 હજારનો વધારો થશે. 1 ઓક્ટોબરથી પગાર વધારો અમલી બનાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Embed widget