Ahmedabad : યુવકે પૂર્વ પ્રેમિકાને શારીરિક સંબંધ બાંધવા કર્યું દબાણ, લાફો મારીને શું આપી ધમકી?
પરણીત યુવતીને તેના પૂર્વ પ્રેમીએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પ્રેમીએ યુવતી તાબે ન થાય તો વેચી મારવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેર(Ahmedabad)ના ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) વિસ્તારમાં એક પરણીત યુવતીને તેના પૂર્વ પ્રેમીએ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પ્રેમીએ યુવતી તાબે ન થાય તો વેચી મારવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી પરણીત યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ (Love) હતા. જોકે, બંને વચ્ચે કોઈ કારણસર પ્રેમસંબંધ તૂટી ગયા હતા. પ્રેમસંબંધ (Break-up) પૂરા થઈ ગયા હોવા છતાં પણ યુવકે યુવતીનો પીછો છોડ્યો નહોતો.
તાજેતરમાં જ પૂર્વ પ્રેમીએ પ્રેમિકાની છેડતી કરી હતી. કરિયાણુ લેવા જતી પરિણીતાનો દુપટ્ટો ખેંચી શારિરીક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરિણીતાને લાફા મારી ધમકી આપી હતી. યુવકે મારી નહીં થાય તો વૈશ્યાવાડે મુકી આવવાની ધમકી આપી હતી. ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Ahmedabad: પ્રેગનન્ટ પત્નિની સંભાળ માટે રાખેલી કામવાળી સાથે યુવકને બંધાયા શરીર સંબંધ, ઘરમાં જ ચાલતી કામલીલા ને...
શહેર(Ahmedabad)ના નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police station) વિસ્તારમાં પતિએ ગર્ભવતી પત્નીની સંભાળ માટે રાખેલી યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને ઘરમાં જ તે યુવતી સાથે રંગરેલિયા મનવવા લાગ્યો હતો. પત્નીને પતિના કામવાળી (Maid) સાથેના પ્રેમસંબંધની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પત્નીને પ્રેમપ્રકરણની જાણ થઈ ગયા પછી પતિએ પત્ની પાસે કામવાળી સાથે રાત્રે સૂવાની મંજૂરી માંગી હતી. જોકે, પત્નીએ ઇનકાર કરતા પતિએ પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે યુવતીએ નિકલો પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કૃષ્ણનગરમાં રહેતી 35 વર્ષીય યુવતી લવ મેરેજ (love marriage) કરેલા છે અને તેનાથી તેને બે સંતાનો પણ છે. યુવતી ગર્ભવતી હતી, ત્યારે પત્નીને કામમાં મદદ કરવા માટે કામવાળી યુવતીને રાખી હતી. જોકે, આ યુવતી સાથે પતિને આંખ મળી ગઈ હતી. પત્નીને જાણ થતાં તેણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પતિ પત્નીને માર મારી યુવતી સાથે જ રહેતો હતો.
એટલું જ નહીં, પતિએ કામવાળી સાથે રાત્રે સૂવા માટે પત્ની પાસે મંજૂરી પણ માંગી હતી. પરંતુ પત્નીએ ઇનકાર કરી દેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને મારી મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી સંતાનોને પતિ જોડે જ મૂકી પિયર જતી રહી હતી. આ પછી પત્ની સંતાનોને મળવા જતી ત્યારે પણ પતિ અને તેની પ્રેમિકા તેને ત્રાસ આપતાં હતા. આથી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.