શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad: જેની સાથે સગાઈ કરી તેના કારણે જ અમદાવાદના યુવકે કર્યો આપઘાત, સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવે છે યુવતી

અમદાવાદ: શહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં મંગેતરના ત્રાસથી એક યુવકને આપઘાત કરવાની ફરજ પડી છે. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મંગેતર સામે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ: શહેરમાં આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાણીપ વિસ્તારમાં મંગેતરના ત્રાસથી એક યુવકને આપઘાત કરવાની ફરજ પડી છે. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મંગેતર સામે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. મોટી વાત એ છે કે, જે યુવતી પર દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે, તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહિલા સિપાહી તરીકે ફરજ બજાવે છે. 

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાર મહિના પહેલા મહિલા સિપાહી ફાલ્ગુની ચાવડા અને મૃતક જીગરની સગાઈ થઈ હતી. જોકે સગાઈ બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે ફાલ્ગુની જીગર સાથે લગ્ન કરવા ઇચ્છતી ન હતી. ફાલ્ગુની અવારનવાર મૃતક જીગરને કહેતી કે તે તેને પસંદ કરતી ન હતી. જેના કારણે મૃતક જીગરને લાગી આવતા આપધાત કરી જીવન ટૂંકાવી લીધુ હતું. 

રાણીપમાં રહેતા જીગર નામના મૃતક યુવકે ગઈકાલે સેન્ટ્રલ જેલના ક્વાર્ટરમાં ગયો હતો જ્યાં તેને મહિલા સિપાહી ફાલ્ગુનીના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે મહિલા સિપાહી ફાલ્ગુનીએ રુમનો ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં. જેથી તેઓ ડરીને મૃતક જીગરના ઘરે ગયા, ત્યાંથી જીગરના પરિવારજનો પણ ઘટના સ્થળે આવ્યા અને ફ્લેટનો દરવાજો ખોલતા જ જીગરે આપધાત કર્યો હોવાની બાબત સામે આવી. 

પહેલા તો પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. બાદમાં મૃતકના પરિવારજનોએ તેની મંગેતર દ્વારા માનસિક રીતે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અવારનવાર મૃતકની મંગેતર તેના દેખાવને લઈને તેને પસંદ કરતી ન હતી. જે બાબતને લઈને મૃતકના પરિવારજનોએ માનસિક ત્રાસ અને આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી.

હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો

અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
Embed widget