અડાલજ ખાતે શિક્ષણ સંકુલના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદીએ વરિષ્ઠ નેતા નરહરિ અમિનને સોંપ્યું આ કામ
અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલ તથા છાત્રાલયનો ઉદ્ધાટન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદ: અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલ તથા છાત્રાલયનો ઉદ્ધાટન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પ્રસંગે પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, માં આર્શિવાદથી કોઈના કોઈ અવસરથી તમારી સાથે રહેવાનો મોકો મળતો રહે છે. શિક્ષણ, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે સારુ કામ કરવું ગુજરાતનો સ્વાભાવ રહ્યો છે. આ કામમાં દરેક સમાજ પોતાની ક્ષમતા પ્રમાણે દાયિત્વ નિભાવે છે. તેમા પાટીદાર સમાજ પણ પાછળ નથી રહેતો. પાટીદાર સમાજ ધરતી સાથે જોડાયેલો છે. અમે માતાની મૂર્તિને કેનેડાથી પરત લાવ્યા છીએ. દશકો પહેલા આ મૂર્તિને ચોરી કરવામાં આવી હતી. ભોજન, આરોગ્ય અને શિક્ષણ પર આપણી સંસ્કૃતિમાં જોર આપવામાં આવ્યું છે. હિરામણી આરોગ્યધામ ગુજરાતના સામાન્ય લોકોને વધુ લાભ થશે. 24 કલાકની લોહીની સપ્લાઈથી અનેક દર્દીઓને સુવિધા મળશે.
પીએમ મોદીએ નરહર અમિનને કામ સોપતા કહ્યું કે, મારી ઈચ્છા છે કે આ ભોજનાલયના હોલમાં એક વીડિયો બતાવવાં આવે. જેમા દર્શાવવામાં આવે કે શું ખાવું અને શું ન ખાવું. આ વીડિયો જોવાથી લોકોમાં જાગૃતતા આવશે. આ બધા માનવીય પ્રયાસો માટે તમે બધા પ્રશંસાના પાત્ર છો. ગુજરાતના લોકો સામે આવું એટલે મને ગુજરાતીમાં વાત કરવાની ઈચ્છા થાય. મારી શિક્ષા અને દિક્ષા ગુજરાતમાં થઈ છે. જો હું ત્યાં રૂબરુ આવ્યો હોત તો જુના જોગીઓ સાથે મુલાકાત થાત. નરહર અમિન વિશે પીએમ મોદીએ કહ્યું કે, તે નવ નિર્માણ આંદોલનમાંથી નિકળેલા વ્યક્તિ છે. તેઓ આ પ્રકારના રચાનાત્મક કાર્યમાં વળે તે મોટી વાત છે.
આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે. તેઓ આપણા ગુજરાતને નવી ઉંચાઈ પર લઈ જશે. સ્વામિનારણ સંપ્રદાયને અપિલ કરૂ છુ કે તેમના જ્યાં જ્યાં હરિભક્તો માટો હોય ત્યાં પાકૃતિક ખેતી માટે કામ કરતા રહે. પીએમ મોદીએ આ પહેલા ટ્વીટ કર્યું હતું કે, 12મી એપ્રિલના રોજ સવારે 11 કલાકે ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલ તથા છાત્રાલયનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરીશ. આ કાર્યક્રમની સાથે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન પણ કરીશ,જયાં અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે,
કોરોના આવ્યો ત્યારથી ગરીબોને ઘરના ચુલો ન સળગે તેવી પરિસ્થિતિમા ૮૦ કરોડ લોકોને મફતમા અનાજ આપ્યુ છે. હાલ વિશ્વમા જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના કારણે જે દેશ પાસે જે હતુ તે સાચવીને બેસી ગયા છે. અમેરીકા સાથે કાલે વાત કરી હતી. દશા એ જે કે અનાજના ફાફા પડ્યા મંડ્યા છે. મે કિધુ તમે લઈ જવાની વ્યવસ્થા કરો અમે જોઈએ એટલુ અનાજ મોકલીશુ. આ એક ગુજરાતી વિચાર અને ગુજરાતના વ્યક્તિની તાકાત છે.
PM મોદી એપ્રિલ પછી મે મહિનામાં પણ આવશે ગુજરાતની મુલાકાતે
કચ્છઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ પછી મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવન સહિતના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવતા મહિને મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે.
વડા પ્રધાન મોદીનું ભુજમાં ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવન, અંજારમાં વીર બાળ ભૂમિ સ્મારકનું લોકાર્પણ કરશે. મોડકૂબામાં નર્મદા નીરના વધામણા કરશે. હાલના તબક્કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જો કે સમગ્ર કાર્યક્રમ અને મુલાકાતને લઈને ઔપચારિકતા બાકી છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદી પણ ગુજરાતની ચૂંટણીને લઈને સક્રીય થયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા ગુજરાત આવી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગર આવશે. અને ત્યાર બાદ 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જશે. જો આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત સાઙ પણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગૃહમંત્રી 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આ વખતે બે દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. છે. તેઓ 10 અને 11 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.