Ahmedabad : દિયરે ભાભીને પાણીની ટાંકીની ઓરડીમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, ગેસ્ટ હાઉસમાં પણ લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ ને........
હું તારી પાછળ કેટલાય સમયથી ફરું છું, તેમ કહી મોઢું દબાવી પલંગમાં પાડી દીધી હતી તેમજ યુવતીની મરજી વિરુદ્ધ પરાણે સંભોગ કર્યો હતો. આ સમયે બહારથી સાથે આવેલા બહેને દરવાજો ખખડાવ્યો હતો.
અમદાવાદઃ બાવળામાં ખૂદ ભાભીએ દિયર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. દિયરે ભાભી પર નજર બગાડી હતી અને પાણીની ટાંકીની ઓરડી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. વારંવાર દિયરની આ હરકતોથી કંટાળેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, 4 સંતાનાની માતાએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 4 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં બાવળા ખાતે તેમની પાડોશમાં રહેતા કૌટુમ્બિક દીયર અને કૌટુમ્બિક કાકાને બાવળા નગરપાલિકામાં કામ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સમયે દિયરે ધમકી આપી હતી કે, તારા પતિ કાકા સાથે સંબંધ રાખશે તો હું તેને અને તારા છોકરાઓને જાનથી મારી નાંખીશ.
આ પણ વાંચોઃ રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.75 ટકા
દરમિયાન દિયરે યુવતીને મળવા માટે બાવળા-ધોળકા રોડ પર વાત કરવા માટે બોલાવી હતી. આથી પરિણીતા અન્ય એક બહેન સાથે ધોળકા રોડ પર આવી હતી. આ સમયે દિયરે અહીં વાત કરશું તો કોઈ ખોટું વિચારશે, તેમ કહીને ગેસ્ટ હાઉસમાં બેસીને વાત કરવાનું કહ્યું હતું. આમ કહીને બંનેને દિયર ચાવલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. આ સમયે અન્ય બહેન પણ ગેસ્ટ હાઉસના રૂમમાં દિયર સાથે આવ્યા હતા.
અહીં વાતચીત દરમિયાન દિયરે સાથે આવેલા બહેનને રૂમની બહાર મોકલી દીધા હતા અને રૂમનું બારણું બંધ કરી દીધું હતું તેમજ હું તારી પાછળ કેટલાય સમયથી ફરું છું, તેમ કહી મોઢું દબાવી પલંગમાં પાડી દીધી હતી તેમજ યુવતીની મરજી વિરુદ્ધ પરાણે સંભોગ કર્યો હતો. આ સમયે બહારથી સાથે આવેલા બહેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો ખોલ્યો નહોતો.
આ પણ વાંચોઃ Mehsana : યુવતીએ બહુચરાજીની કેનાલમાં કૂદીને કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો
આ પછી દિયરે ધમકી આપી હતી કે આ અંગે કોઈને વાત કરશે તો તેના પતિ અને છોકરાને મારી નાંખશે. આ પછી દિયરે ધમકી આપી ત્રણ મહિના બાદ યુવતી સાથે અનેકવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.