Ahmedabad: ઈસ્કોન બ્રિજકાંડના આરોપી તથ્યનો યુ-ટર્ન, કારમાં સવાર યુવતીનો વીડિયો થયો વાયરલ
Tathya Patel Case: આ દરમિયાન તથ્યના મિત્રોનો પણ વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ વેપ મારતી નજરે પડે છે.
Ahmedabad Horrible Accident: અમદાવાદમાં બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તથ્ય પોલીસ તપાસમાં સહયોગ નથી આપી રહ્યો. પોલીસ સામે આરોપી તથ્ય સત્ય છુપાવી રહ્યો છે. પહેલા 120ની સ્પીડ કબૂલનાર તથ્ય વારંવાર નિવેદન ફેરવી રહ્યો છે. હવે કહે છે હું તો 100ની નીચે જ ચલાવતો હતો.
આ દરમિયાન તથ્યના મિત્રોનો પણ વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ વેપ મારતી નજરે પડે છે. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ પરંતુ માન્યો નહોતો.
નબીરા તથ્યના વકીલની પણ શાન આવી ઠેકાણે
આ દરમિયાન નબીરા તથ્યના વકીલની શાન આવી ઠેકાણે આવી છે. દુનિયાભરની ડંફાસ મારનાર તથ્યના વકીલે માફી માંગી છે. વકીલ નીસાર વૈદ્યએ abp અસ્મિતા પર માફી માંગી હતી અને જીવલેણ અકસ્માત મુદ્દે નિવેદનને લઈ ખેદ વ્યક્ત કર્યો હતો.
પોલીસે અને FSLની ટીમે મળીને રીકંસ્ટ્રક્શન કર્યું
ઈસ્કોન બ્રીજ પર બનેલી અકસ્માતની ઘટના મામલે ગઈકાલે મોડી રાત્રે પોલીસે અને FSLની ટીમે મળીને રીકંસ્ટ્રક્શન કર્યું હતું, જેમા કારની સ્પીડ અને વિઝીબ્લીટીને માપવામાં આવી હતી. આ સિવાય ઘટના સમયે ભોગ બનનારને સાથે રાખી રીકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર જેગુઆર ગાડીનો બ્રેક FSL, RTOએ ટેસ્ટ કર્યો હતો. જેગુઆર કંપનીના ટેક્નિકલ ટીમ દ્વારા અકસ્માત કરનાર ગાડીને ચેક કરવામાં આવી હતી. અકસ્માત સમયે ગાડીની સ્પીડ, યાંત્રિક સ્થિતિ અને ગાડીની બ્રેક મારી હતી કે નહીં જેને લઈ રિપોર્ટ આપશે.
Join Our Official Telegram Channel: