Ahmedabad : રૂમ પાર્ટનરનો ફ્રેન્ડ એર હોસ્ટેસ પાસે સૂઈ ગયો ને શરીર પર હાથ ફેરવીને કરી શરીર સંબંધની માગણી, જાણો પછી શું થયું ?
બે મહિના પહેલી યુવતીની રૂમ પાટર્નર તેના મિત્રોને ફ્લેટ પર લઈને આવી હતી. તેમજ યુવતી અને તેના મિત્રોએ દારૂની મહેફિલ માણી હતી. તેમજ મ્યુઝિક ચાલું કરી અવાજ કરવા લાગ્ય હતા. આથી ભોગ બનનારી યુવતીએ તેના રૂમ પાટર્નરને અવાજ ઓછો કરવાનું કહેતા તેણે એડજેસ્ટ કરવા કહ્યું હતું.
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ફ્લેટમાં ભાડે રહેલી એરહોસ્ટેસ યુવતી સાથે રૂમપાર્ટરના ફ્રેન્ડે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. સ્પાઇસ જેટમાં કામ કરતી પંજાબની 25 વર્ષીય યુવતી સાથે તેની રૂમ પાટર્નરના ફ્રેન્ડે છેડતી કરી હતી. યુવક દારૂના નશામાં યુવતીની રૂમમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે સૂઇને છેડતી કરવા લાગ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડાના જગતપુર રોડ પર ફ્લેટમાં છેલ્લા 6 મહિનાથી ચાર યુવતીઓ રૂમ પાટર્નર તરીકે રહે છે. ભોગ બનનાર યુવતી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે સ્પાઇસ જેટ એરલાઇન્સમાં એર હોસ્ટેસ છે.
બે મહિના પહેલી યુવતીની રૂમ પાટર્નર તેના મિત્રોને ફ્લેટ પર લઈને આવી હતી. તેમજ યુવતી અને તેના મિત્રોએ દારૂની મહેફિલ માણી હતી. તેમજ મ્યુઝિક ચાલું કરી અવાજ કરવા લાગ્ય હતા. આથી ભોગ બનનારી યુવતીએ તેના રૂમ પાટર્નરને અવાજ ઓછો કરવાનું કહેતા તેણે એડજેસ્ટ કરવા કહ્યું હતું.
દરમિયાન 9મી જૂને આ જ રૂમપાટર્નરનો મિત્ર યુવતીના રૂમમાં આવીને બેડ પર તેની બાજુમાં આવીને સૂઈ ગયો હતો. તેમજ અભદ્ર માંગણી કરી છેડછાડ શરૂ કરી દીધું હતું. આથી યુવતી દોડીને હોલમાં આવી ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. તેમજ તેણે યુવકે છેડતી કરી હોવાનું જણાવતા આ લોકોએ તેને ધમકાવી હતી.
આમ, યુવકે છેડતી કર્યા પછી તેના મિત્રોએ ધમકાવતા તેણે પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. ભોગ બનનારી યુવતીની રૂમ પાટર્નર અને તેના બે મિત્રો સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, યુવતીની રૂમ પાટર્નરે એરલાઇન્સમાંથી રાજીનામું ધરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ કેસમાં વધુ એક આરોપી PSIની ધરપકડ કરી
અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવી તેમની પાસે થી રૂપિયા પડાવતી ગેંગના વધુ એક PSI ની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ કાંડમાં વધુ એક આરોપી પોલીસ અધિકારીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી જેતે સમયે મહિલા ક્રાઇમમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 8 લોકોની ધરપકડ થઈ છે.
ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઇ જે કે બ્રહ્મભટ્ટ ની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇના રોલની વાત કરવામાં આવે તો પકડાયેલા આરોપીઓની અરજીને મારફતે સમાવાળાઓને બોલાવીને સમાધાન કરાવવા પ્રયત્નો કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે હનીટ્રેપ કાંડ થયો ત્યારે આ કેસમાં આરોપી તરીકે તત્કાલીન પીઆઇ ગીતા પઠાણની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેમાં ગીતા પઠાણે સેનેટાઇઝર પીને આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કર્યો હતો જેમાં તેની સારવાર બાદ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી હતી.
આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓને પોતાના ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુક માં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગ માં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો.