શોધખોળ કરો
અમદાવાદ: અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરના કર્યા દર્શન, ગજરાજ અને ગૌપૂજન કરી મહંતના મેળવ્યા આશીર્વાદ
ઉત્તરાયણના પર્વ પર અમિત શાહ એક દિવસના પ્રવાસે ગુજરાત આવ્યા છે.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદનાની મુલાકાતે છે. ત્યારે અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી રહ્યાં છે. શાહે મકરસંક્રાંતિની શરૂઆત અમદાવાદમાં જગન્નાથજી મંદિરના દર્શન કરીને કરી. ગૃહમંત્રીએ પરિવારે સાથે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા અને ગજરાજ અને ગૌપૂજન કરી મહંતના આશીર્વાદ મેળવ્યા હતા. જગન્નાથજી મંદિર ટ્રસ્ટે અમિત શાહને રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. ભગવાનને ધરાવેલો પ્રસાદી સ્વરૂપ ગુલાબનો હાર પહેરાવીને અમિત શાહનું અભિવાદન કર્યું હતું, જ્યારે પરિવારજનોને પણ શાલ આપીને આશીર્વાદ આપ્યા હતા. મંદિર ટ્રસ્ટે ભેટ તરીકે ગાયની પ્રતિકૃતિ આપી હતી.
વધુ વાંચો




















