અમદાવાદના ક્યા વિસ્તારમાં કોર્પોરેશને ઈંડાં સહિતની તમામ લારી હટાવવાનું શરૂ કર્યું ? લારીધારકે શું ઠાલવ્યો આક્રોશ ?
વલ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારીધારકે પોતાની લારી હટાવી હતી. વસ્ત્રાપુરમાં અન્ય લારીઓ બંધ હાલતમાં જોવા મળી હતી. અલ્ટીમેટમ આપ્યા વગર લારી હટાવવાના નિર્ણાયથી વેપારીઓ દુવિધામાં છે.
અમદાવાદઃ જાહેર સ્થળો, ઘાર્મિક સ્થળોની બહાર ઈંડા-નોનવેજની લારીને હટાવવાના નિર્ણયનો આજથી અમદાવાદમાં અમલ શરૂ થઈ ગયો છે. વલ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારીધારકે પોતાની લારી હટાવી હતી. વસ્ત્રાપુરમાં અન્ય લારીઓ બંધ હાલતમાં જોવા મળી હતી. અલ્ટીમેટમ આપ્યા વગર લારી હટાવવાના નિર્ણાયથી વેપારીઓ દુવિધામાં છે.
શહેરના આ વિસ્તારમાં અંદાજે 50 જેટલી ઈંડાની લારીઓ સવારે ખુલેલી હોય છે, શિયાળામાં લોકો વધુ ઈંડા ખાતા હોય છે. AMCએ રસ્તાની બાજુમાં અને શાળાઓ, કોલેજો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં નોન-વેજ ફૂડ વેચતા સ્ટોલ પર પ્રતિબંધ મૂક્યા પછી સ્ટ્રીટ વેન્ડર્સને આજીવિકા ગુમાવવાનો ડર છે. અમારા પર પ્રતિબંધ મૂકવો અને હોટલોને મંજૂરી આપવી એ કેવી રીતે અર્થપૂર્ણ છે. ત્યાંથી (નોન-વેજ ફૂડની) ગંધ નહીં આવે? તેમ રાકેશ નામના વેન્ડરે એએનઆઇને કહ્યું હતું.
Ahmedabad: Street vendors fear losing livelihood after AMC banned stalls selling non-veg food alongside roads & in 100 m radius of schools, colleges, religious spots. "How does it make sense to ban us & allow hotels. Won't the smell (of non-veg food) come from there?" says Rakesh pic.twitter.com/KWDcz7FT25
— ANI (@ANI) November 16, 2021
ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દે નિવેદન આપ્યું હુતં કે, જે લારી ગલ્લા અડચણ રૂપ હશે તે દબાણમાં દૂર કરવામાં આવશે. આજે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારી સિવાય અનેક લારીને દબાણમાં દૂર કરવામાં આવી ત્યારે અમદાવાદના iima વિસ્તારમાં લારી ગલ્લાના કારણે લોકોએ આડેધડ વાહનો પાર્કીંગ કરવાના કારણે અહીં ટ્રાફિક ની સમસ્યાઓ સર્જાઇ રહી છે.
આજથી ઈંડા અને નોનવેજ ની લારી જાહેરમાર્ગો ધાર્મિક સ્થળો શૈક્ષણિક સંસ્થાની દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ એએમસી પ્રશાસન સક્રિય થયું છે. જાહેર માર્ગોમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ વસ્ત્રાપુરથી દૂર કરવામાં આવી. અમદાવાદના iima વિસ્તારમાં લારીના કારણે લોકોએ આડેધડ પાર્કિંગ કર્યા હતા. મુખ્ય માર્ગ પર આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા છે.