Crime: અમદાવાદમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, મોડીરાત્રે વિઝીલન્સના દરોડામાં 5 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર વૉન્ટેડ
સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહીમાં ગોમતીપુર વિસ્તારમાંથી મોટી માત્રામાં ક્રેટા કારમાંથી 1903 જેટલી દારૂની બોટલો કબજે કરી છે
Ahmedabad Crime News: અમદાવાદમાંથી ફરી એકવાર દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહીમાં ગોમતીપુર વિસ્તારમાંથી મોટી માત્રામાં ક્રેટા કારમાંથી 1903 જેટલી દારૂની બોટલો કબજે કરી છે, કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂબંધીની વાતો વચ્ચે ફરી એકવાર અમદાવાદ શહેરમાં દારૂનો મોટો જથ્થો પકડાયો છે. હાલમાં જ માહિતી છે કે, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, અહીં કાલિદાસ મિલ કમ્પાઉન્ડ નજીકના એરિયામાંથી એક ક્રેટા કારમાથી પોલીસની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, ક્રેટા કારમાંથી લગભગ 1903 દારૂની બોટલો કબ્જે લીધી અને સાથે ચાર આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા હતા. ખાસ વાત છે કે, આ કાર્યવાહીમાં 2 લાખથી વધુનો દારૂ અને કાર સહિત 5.14 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...
દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી
વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.