Ahmedabad : એંગેજમેન્ટ થઈ જતા યુવતીએ યુવક સાથેના સંબંધો તોડી નાંખ્યા, તો પ્રેમી કર્યું એવું કે જાણીને ચોંકી જશો
યુવતીએ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક યુવક કામ વગરના મેસેજ કરી પરેશાન કરે છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં તે યુવતીનો પૂર્વ પ્રેમી નીકળ્યો હતો.
અમદાવાદઃ યુવતીને ઇન્સ્ટાગ્રામ પર જુદા જુદા ફેક એકાઉન્ટ બનાવી મેસેજ કરી હેરાન કરનાર એક્સ બોયફ્રેન્ડની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. યુવતીએ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક યુવક કામ વગરના મેસેજ કરી પરેશાન કરે છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ કરતાં તે યુવતીનો પૂર્વ પ્રેમી નીકળ્યો હતો.
એસ.જી. હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને પૂર્વ પ્રેમી ફેક આઈ.ડી.બનાવીને પરેશાન કરતો હતો. યુવતીએ તેને બ્લોક કરતા તેણે અલગ અલગ ફેક આઈ.ડી.બનાવીને યુવતીને મેસેજ કરીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આથી યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવક યુવતીને મેસેજ કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. સાઇબર ક્રાઈમ પોલીસે આ કેસમાં ડીસામાં રહેતા 24 વર્ષીય યુવકની ફેસબુક સોશિયલ મિડીયા મારફતે આઈ.પી.લોગ્સની માહિતી મેળવીને લોકેશન મેળવીને ઝડપી લીધો હતો.
યુવકની ધરપકડ પછી પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, યુવતી અગાઉ ડીસામાં તેની પડોશી હતી ત્યારે તેની સાથે પ્રેમસંબંધ હતો. જોકે, કોઈ કારણસર મતભેદ થતા યુવતીએ સંબંધ રાખ્યો ન હતો. જેનું મનદુખ રાખીને આરોપીએ બદલો લેવા માટે ઈન્સ્ટાગ્રામ પર અલગ અલગ ફેક આઈ.ડી.બનાવીને યુવતીને મેસેજ કરીને પરેશાન કરતો હતો.
આ યુવતી સગાઇ પહેલા એક યુવકના સંપર્કમાં હતી. જોકે, સગાઇ પછી યુવતીએ યુવક સાથે જે આઇડી પર વાત કરતી હતી, તે બ્લોક કરી દીધું હતું. જોકે, યુવકે એક પછી એક બનાવટી એકાઉન્ટ બનાવી યુવતીને પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું.