શોધખોળ કરો

Heat Wave: ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો, લૂ-હિટ સ્ટ્રોક, બેભાનની સૌથી વધુ ફરિયાદ

Heat Wave: છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે.

Ahmedabad News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108ને મળતાં કોલમાં વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે. બે સપ્તાહ અગાઉ ગુજરાતભરમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા, જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300 ને પાર પહોંચ્યા છે.

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે ગઈકાલે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો. 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે.

ઓરેન્જ એલર્ટ

ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે. 43 થી 46 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા હોય ત્યારે ઓરેન્જ એલર્ટ અપાય છે.

રેડ એલર્ટ

જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ. 47થી ડિગ્રી વધુ તાપમાનની શક્યતા હોય ત્યારે રેડ એલર્ટ અપાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget