અમદાવાદઃ 'જ્વેલર્સે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું', હનીટ્રેપની આરોપી યુવતીએ નોંધાવી ફરિયાદ
શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં અજબ મામલો સામે આવ્યો છે. પાસા હેઠળ સજા ભોગવતી મહિલા શિક્ષિકાએ જવેલર્સ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. જવેલર્સે હનીટ્રેપની ફરિયાદ મહિલા શિક્ષિકા સામે કરી હતી.
અમદાવાદઃ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં અજબ મામલો સામે આવ્યો છે. પાસા હેઠળ સજા ભોગવતી મહિલા શિક્ષિકાએ જવેલર્સ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. જવેલર્સે હનીટ્રેપની ફરિયાદ મહિલા શિક્ષિકા સામે કરી હતી. તેની તપાસમાં રહેલા PI નિરજ પટેલ સામે મહિલાએ છેડતી અને જાતીય સત્તામણીની ફરિયાદ નોંધાવી છે. મહિલા પાસા હેઠળ નરોડા પોલીસ મથકે બંધ છે.
ઘરવાળાની જાણ બહાર મહિલાએ દાગીના જવેલર્સ પાસે ગીરવે મુક્યા હતા, તેનો લાભ ઉઠાવી જવેલર્સે બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું. તપાસ દરમિયાન છેડતી અને જાતીય સત્તામણી કરી હોવાનો મહિલાનો આક્ષેપ છે.
વડોદરાઃ યુવકે પ્રેમિકાને મેળવવા એવું કર્યું કાવતરું કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સંપૂર્ણ વિગત
વડોદરાઃ છાણીના યુવકે પ્રેમપ્રકરણમાં એવું કાર્ય કર્યું કે, પોલીસને જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકે પ્રેમિકાને પામવા માટે પોતાની જ માતા સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જોકે, પોલીસે છ કલાકની તપાસ પછી યુવકને શોધી કાઢતા સમગ્ર વાત સામે આવી હતી. પોલીસને અપહરણનું નાટક કરી દોડાદોડી કરાવનાર માતા-પુત્રની અટકાયત કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, છાણી જકાતનાકા પાસે રહેતા કરણ રઘાભાઈ રસડિયા (ઉં.વ.19) પોતાની માતા સાથે રહે છે. આ યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ એક મહિના પહેલા બંને ઘરેથી ભાગી પણ ગયા હતા. જોકે, યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. જોકે, યુવકે પ્રેમિકાને પરત મેળવવા માટે કાવતરું રચ્યું હતું.
આ કાવતરા પ્રમાણે, યુવકની માતા રાતે ફતેગંજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પ્રેમિકાના પરિવારે તેમના પુત્રનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે એક ટીમ યુવકની પ્રમિકાના ઘરે મોકલી હતી. જોકે, યુવતીનો આખો પરિવાર ઘરે મળી આવ્યો હતો તેમજ તેમણે અપહરણ ન કર્યાનું કહ્યું હતું. દરમિયાન યુવક ફોન કર્યા પછી જગ્યા છોડી દેતો હોવાથી પોલીસની મુશ્કેલી વદી હતી. જોકે, રાતે દોઢ વાગ્યે કરણે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે, ચાર લોકો તેને બાંધીને જતા રહ્યા છે. યુવકના લોકેશન પર પોલીસ પહોંચતા તે ત્યાં ખુલ્લામાં ફરતો મળી આવ્યો હતો.
આ પછી પોલીસે માતા-પુત્રની પુછપરછ કરતાં તેમણે અપહરણનું નાટક કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમનો પ્લાન એવો હતો કે, પોલીસ યુવતીના પરિવારની ધરપકડ કરી લેશે અને બીજી તરફ યુવક યુવતીને લઈને ફરાર થઈ જશે. જોકે, તેનું કાવતરું સફળ થયું નહોતું. પોલીસે ખોટી ફરિયાદ કરતા બંનેની અટક કરી હતી.