શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કયા વિસ્તારમાં કોરોનાએ માર્યો ઉથલો? કેટલા વિસ્તારો મુકાયા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં?
સાઉથ વેસ્ટના વેજલપુરમાં વિનસ પાર્કલેન્ડમાં આર બ્લોકમાં 80 અને વી બ્લોકમાં પણ 80 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ સિવાય વિનસ પાર્કલેન્ડના જી બ્લોકમાં 4, એફ બ્લોકમાં 4, એસ બ્લોકમાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે.
અમદાવાદઃ દિવાળી પછી શહેરની મોટી સોસાયટીઓમાં કોવિડનું સંક્રમણ વધ્યું છે. વેજલપુર ક્રોસિંગ પાસે આવેલ વિનસ પાર્કલેન્ડમાં હાલ 45 જેટલા સક્રિય કેસ છે. વિનસ પાર્કલેન્ડના 22 બ્લોકના 860 યુનિટ પૈકી 4 બ્લોકના સંક્રમિત લોકોના યુનિટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ગઈ કાલે શહેરમાં 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. જ્યારે નવા કેસ નોંધાતા 39 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. અત્યારે શહેરમાં 162 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 8, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 14, ઇસ્ટ ઝોનના 2, વેસ્ટ ઝોનના 5, નોર્થ વેસ્ટ ઝોનના 7 અને નોર્થ ઝોનના 2 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે.
સાઉથ વેસ્ટના વેજલપુરમાં વિનસ પાર્કલેન્ડમાં આર બ્લોકમાં 80 અને વી બ્લોકમાં પણ 80 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ સિવાય વિનસ પાર્કલેન્ડના જી બ્લોકમાં 4, એફ બ્લોકમાં 4, એસ બ્લોકમાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જોધપુરમાં આવેલા સફલ પરિસર 2માં બી બ્લોકનો બીજો ફ્લોર, પાંચમો ફ્લોર, ત્રીજો ફ્લોર, આઇ બ્લોકના 1લો-2જો ફ્લોર, એફ બ્લોકનો પહેલો બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયો છે.
નોર્થ ઝોનમાં આવેલા નરોડા વિસ્તારના પરિમલ એક્ઝોટિકાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયો છે. જેમાં 90 ઘરોમાં રહેતા 365 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ સિવાય મેઘાણીનગરના પ્રતાપનગરને પણ માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂક્યો છે. નોર્થ વેસ્ટ ઝોનમાં ચાંદલોડિયાના ઘનશ્યામ કોમ્પલેક્ષના 130, વસ્ત્રાપુરના કાસા વ્યોમામાં 110 ઘર, માનસી સર્કલ નજીક આવેલા કોણાર્ક ક્રિષ્નામાં 100 ઘર, ચાંદલોડિયાના નિર્માણ કોમ્પલેક્ષના 88 ઘર, કામેશ્વર એલિગેન્સના 60 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion