શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પબ-જી રમતાં યુવક-યુવતી પડ્યાં પ્રેમમાં, યુવકે કરી શારીરિક સંબંધની માગણી, યુવતીએ કર્યો ઈન્કાર ને...
યુવકે ફેસબુક હેક કરી લીધું હતું. આ પછી ફેસબુકનું એકાઉન્ટ પરત આપવા 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
અમદાવાદઃ યુવાનોમાં હાલ, ઓનલાઇન ગેમનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવો જ ક્રેઝ પબ્જી ગેમનો પણ છે, ત્યારે આવી ગેમ રમતા લોકો અને માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઓનલાઈન પબ્જી રમતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમસંબંધ આગળ વધતાં યુવકે યુવતી પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી.
જોકે, યુવકની શારીરિક સંબંધની માંગણી યુવતીએ ફગાવી દીધી હતી. એટલું જ નહીં, યુવતીએ એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. બીજી તરફ યુવકે ફેસબુક હેક કરી લીધું હતું. આ પછી ફેસબુકનું એકાઉન્ટ પરત આપવા 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આથી સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement