અમદાવાદમાં કઈ વસ્તુની તાત્કાલિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોતનો આંકડો વધવાની તબીબોએ વ્યક્ત કરી આશંકા, જાણીને ચોંકી જશો
અમદાવાદમાં કોરોનાકાળમાં પહેલીવાર મંગળવારે 2,251 કેસ નોંધાયા હતા અને 23 લોકોને કોરોના ભરખી ગયો હતો.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. અમદાવાદ શહેર (Ahmedabad) ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટ ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. તેની વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને ચિંતાજનક પત્ર લખ્યો છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશને(AMA) મુખ્યમંત્રી રૂપાણીને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વધારવાની માંગ કરી છે. સાથે પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં ન આવી તો મોતનો આંકડો વધવાની તબીબોને આશંકા છે. અનેક હોસ્પિટલ ઓક્સિજનના અભાવે બંધ કરવાની સ્થિતિ આવી શકે છે. સાથે AMA એ દર્દીઓના મોત થતા પરિવારજનો સાથે ઘર્ષણ થવાના કિસ્સાઓ વધવા અંગે પણ આશંકા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાનું એક છે. અમદાવાદમાં કોરોનાકાળમાં પહેલીવાર મંગળવારે 2,251 કેસ નોંધાયા હતા અને 23 લોકોને કોરોના ભરખી ગયો હતો.
કોરોનાના વધતા કેસ વચ્ચે બુધવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. એમ્બ્યુલન્સની લાઇન પરથી અમદાવાદમાં કોરોનાનું શું ચિત્ર હશે તેની કલ્પના કરી શકાય છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ ?
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.