'ચલો ભાઈ કોરોના વેક્સિન વેક્સિન......બધા લઈ ગયા, તમે રહી ગયા, જીવ બચાવવાની વેક્સિન', આ બૂમો પાડનાર યુવક કોણ ? AMCએ કર્યું સન્માન
17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો હતો.
અમદાવાદઃ કોરોના રસીકરણ માટે લોકોને જાગૃત કરતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અમદાવાદનો છે. જેમાં એક યુવક લોકોને રસી લેવા માટે બૂમો પાડીને જાગૃત કરતો જોવા મળી રહ્યો છે.
લોકો હજી પણ વેક્સીન લેવા જાગૃત થયા નથી. ત્યારે એક અમદાવાદી યુવકે વેક્સીનેશન માટે કરેલ પ્રચાર રંગ લાવ્યો છે. લોકોને રસી લેવા માટે જાહેર રસ્તા પર બૂમો પાડનાર આ અમદાવાદી યુવકનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સન્માન કર્યું છે.
17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં AMCનો એક કર્ચમારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ વેક્સીન લેવા માટે રસ્તા પર બૂમો પાડી હતી. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ (AMC) કમિશનરે જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કર્યું છે.
'ચલો ભાઈ કોરોના વેક્સિન વેક્સિન......બધા લઈ ગયા, તમે રહી ગયા, જીવ બચાવવાની વેક્સિન', જુઓ વીડિયો #Ahmedabad #CoronaVaccine #AbpAsmita pic.twitter.com/on5Bku9ORF
— ABP Asmita (@abpasmitatv) September 24, 2021
વીડિયોમાં જગદીશ શાહ એવું કહેતો સંભળાય છે, 'કોરોના વેક્સિન.. જીવ બચાવવા વાળી વેક્સિન... ભાઇ પહેલો ડોઝ.. બીજો ડોઝ.. બધા લઇ ગયા તમે રહી ગયા...' 17 સેકેન્ડનો આ વીડિયો જોત જોતામાં ફેસબૂક અને ટ્વિટર પર વાયરલ થઇ ગયો છે. લોકોએ જગદીશ શાહના આ અંદાજના વખાણ કર્યા હતા.
લોકોરને કોરોના રસી લેવા માટે જાગૃત કરનાર જગદીશ શાહની દર્દનાક કહાની છે. કોરોનાની બીજી લહેરમાં તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના માટે આ એક દુખદ દિવસ હતો. આ જ કારણે તેમણે વિચાર્યું કે, બીજું કોઈ પોતાનું સ્વજન ન ગુમાવે જેથી તેમણે પોતાની ફરજ દરમિયાન આ રીતે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાની મહેનત રંગ લાવી તેને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમનો વીડિયો જોઈને લોકો રસી લેવા માટે પ્રેરાયા તે જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.