Ahmedabad News: AMC સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય, જાણો કેટલી જગ્યાઓ પર કરાશે ભરતી?
અમદાવાદ મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
અમદાવાદ મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવશે.
AMCની અલગ- અલગ મહત્વની ગણાતી 11 પોસ્ટ પર એક પણ અધિકારી નથી. તો સ્ટાફની અછતના કારણે કામમાં પણ વિલંબ થતો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત કરીએ તો એડિશનલ સીટી ઈજનેરના પદ પર 03, ડેપ્યુટી સીટી ઈજનેરની 06, આસિ. સીટી ઈજનેરની 12, એડીશનલ ચીફ ઈજનેરની 01, આસિટન્ટ ઈજનેરની 08 ખાલી જગ્યાઓ છે.
અમદાવાદ મનપાની અલગ- અલગ કુલ 30 જગ્યા ખાલી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટિએ નિર્ણય કર્યો હતો કે આવનારા સમયમાં જાહેરાત કરીને આ જગ્યાઓ ભરવામાં આવશે.
તે સિવાય દિવાળીના તહેવારને લઈને AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. શહેરમાં તહેવાર દરમિયાન AMC સંચાલિત સરકારી હોસ્પિટલમાં તબીબોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ફટાકડાથી દાઝી જવાના કિસ્સાઓ અને આંખમાં ઈજા થવાના કિસ્સાઓમાં આ સમયે નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે આવા ઈમરજન્સી સંજોગોમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે AMC સંચાલિત હોસ્પિટલમાં સ્ટાફને અલગ- અલગ ત્રણ શિફ્ટમાં હાજર રાખવા સૂચના આપવામાં આવી છે તો તહેવારને અનુલક્ષીને ધનતેરસથી લાભ પાંચમ સુધી શહેરના અલગ-અલગ 53 બ્રિજને શણગારવાનો નિર્ણય કરાયો હતો.
અમદાવાદ કોર્પોરેશન દ્ધારા અમદાવાદને દિવાળીના પર્વે રોશન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે અમદાવાદ શહેરના મુખ્ય બ્રિજ પર લાઇટિંગ કરવામાં આવશે. અમદાવાદને દિવાળીમાં રોશન કરવા માટે લાઇટિંગનો ખર્તે અંદાજિત 1 કરોડ ફાળવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ મુદ્દે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે.