શોધખોળ કરો
Advertisement
Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પાટીદારો કરતાં OBCને વધારે ટિકિટ આપી, બ્રાહ્મ-વાણિયાઓનો હજુ દબદબો....
ભાજપે 45 ઓબીસી ઉમેદવારોને કમળના નિશાન પર ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે 17 બ્રાહ્મણ અને વણિક સમાજના 15 ઉમેદવારોને ટિકિટ આપીને કોર્પોરેટર બનવાની તક આપી છે.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે અને પૂરજોશમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોના પાસાને ધ્યાનમાં લીધુ હતુ. આ વખતે ઓબીસી સહિત બ્રાહ્મણ અને વાણિયાઓને પણ દબદબો જોવા મળ્યો છે.
ભાજપે 45 ઓબીસી ઉમેદવારોને કમળના નિશાન પર ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે 17 બ્રાહ્મણ અને 8 ક્ષત્રીય ઉમેદવારોને ટિકિટ આપીને કોર્પોરેટર બનવાની તક આપી છે. વણિક સમાજના 15 ઉમેદવારોને પણ ભાજપે ટિકિટો ફાળવી છે. 30 એસસી ઉમેદવારો પણ કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે.
અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલ, વટવા,નરોલ,સરખેજ,લાંભા,નરોડામાં વિસ્તારોમાં પરપ્રાંતિયો મતદારોની સંખ્યા ખાસ્સી એવી છે જેના કારણે ભાજપે નોન ગુજરાતી ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. ભાજપે 24 પરપ્રાંતિયને ટિકિટ આપી છે.
અમદાવાદ શહેરમાં જાતિગત સમીકરણો આધારે 192 ઉમેદવારો પૈકી 46 પાટીદારોને ટિકિટ આપી છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement