Ahmedabad News: અમદાવાદમાં અહીંથી ડ્રાયફ્રુટ ખરીદ્યાં તો બિમાર પડવાનું નક્કી! કાજુમાંથી નીકળી ઇયળ
ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે.
Ahmedabad News: નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં ઇયળ નીકળવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરનાં બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે.
રાજ્યમાં ભેળસેળના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાં વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે અનેક છેતરપિંડીની ઘટનાઓ પણ સામે આવી છે. હાલમાં જ અમદાવાદના સાઉથ બોપલની 'ટોમેટોઝ કેરી ઓન' નામની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. વેજીટેબલના બદલે એક ગ્રાહકને નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું. ગઈકાલે મિત રાવલ નામનો યુવક પરિવાર સાથે હોટલમાં ડીનર માટે ગયો હતો. ડિનરમાં 'વેજ મેક્સિકન હોટ પોટ'નો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ નોન વેજ પીરસી દેવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે મીત રાવલે હોટલના મેનેજરને ફરીયાદ કરી છે. પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી. જેથી આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને રેસ્ટોરન્ટના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
સાઉથ બોપલની (South Bopal) ટોમેટોસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા શખ્સ દ્વારા શાકાહારી ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ શખ્સે વેજીટેરિયન ઓર્ડર આપ્યો હોવા છતાં તેને નોનવેજ પીરસાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકાસ્પદ જમવાનું ચેક કરતા વેજના બદલે નોનવેજ પીરસાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
તહેવાર ટાણે ભેળસેળીયાઓ પર તંત્રની તવાઈ આવી છે. અમદાવાદમાં (Ahmedabad News) એએમસી (AMC) દ્વારા પાર્ટી પ્લોટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. મણિનગર વિસ્તારનાં મણિનગરનો મણિયારો, ચાંદખેડા વિસ્તારના અવનીભવનમાં ચેકીંગ હાથ ધરાયુ તો સરદારનગર વિસ્તારમાં ખેલૈયા ગરબા અને નિકોલ વિસ્તારમાં ખોડલ ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આગામી સમયમાં દિવાળીના પર્વ નિમિત્તે રખાયેલા માલસામાનનું પણ ચેકીંગ કરવામાં આવ્યં છે. વાડીલાલ કોલ્ડ સ્ટોરેજમાંથી ગુલાબ જાંબુનો 1474 કિલો માવો સિઝ કરાયો કરાયો છે. 3474 કિલો મોળો માવો અને 1498 કિલો મીઠો માવો સિઝ કરવામાં આવ્યો છે. તો પદ્માવતી કોલ્ડ સ્ટોરેજમાંથી 314 કિલો બ્રેડ સ્પ્રેડ અને 64000 કિલો મીડીયમ ફેટ ક્રીમ સિઝ કરવામાં આવ્યં છે. 319 કિલો બટરનો જથ્થો પણ સિઝ કરવામાં આવ્યો છે. અંદાજે 1 કરોડ 82 લાખ 80 હજારની કિંમતનો મુદ્દામાલ બે સ્ટોરેજમાંથી સીલ કરવામાં આવ્યો છે.