(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : અમદવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘરમાં ઘુસી ગયા પાણી, જુઓ વિડીયો
Ahmedabad Rain : મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.
Ahmedabad News : અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ધોધમાર વરસાદથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અમુક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાના સમાચાર છે.
જીવરાજ પાર્ક અને વાસણામાં ઘરમાં ઘુસ્યા પાણી
મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જીવરાજ પાર્કમાં મહિમા એપાર્ટમેન્ટ અને વાસણા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણા ઘરમા પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જુઓ લોકોના ઘરમાં ઘુસી ગયેલા પાણીનો આ વિડીયો -
અમદાવાદ : ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં ઘુસ્યા પાણી #Ahmedabad #Rain #AhmedabadNews pic.twitter.com/BzQSf5t68i
— ABP Asmita (@abpasmitatv) July 10, 2022
અનેક વિસ્તરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી-પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતાં. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતાં. શહેરમાં ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
SG હાઇવે અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
શહેરના જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરીયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ પણ તથા પરિમલ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.