AHMEDABAD : એક તરફ મેટ્રોનું કામ, બીજી તરફ તૂટેલા રસ્તા, કેશવનગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
Ahmedabad News : અમદાવાદના સાબરમતી વિસ્તારના કેશવનગરમાં આવેલ રસ્તામાં ડામરથી કાપચી છૂટી પડી ગઈ છે ઠેર ઠેર રસ્તામાં ખાડા પડ્યા છે.
Ahmedabad : અમદાવાદમાં ખરાબ રોડ રસ્તાને લઈને લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારના કેશવનગરમાં આવેલ રસ્તાની બિસ્માર હાલત છે. એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ચોમાસામાં ગંદકી પણ ફેલાય છે, ત્યારે હવે બિસ્માર રોડ રસ્તાને લઈને વાહન ચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.
ડામરથી કાપચી છૂટી પડી, ઠેર ઠેર ખાડા
અમદાવાદના સાબરમતી વિસ્તારના કેશવનગરમાં આવેલ રસ્તામાં ડામરથી કાપચી છૂટી પડી ગઈ છે ઠેર ઠેર રસ્તામાં ખાડા પડ્યા છે. રોડમા પડેલા ખાડામાં પાણી ભરાયાં છે. ખરાબ રોડ રસ્તાને કારણે વાહનચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહનચાલકોનું કહેવું છે કે ખાડાને કારણે વાહનને પણ નુકશાની થાય છે.
સ્થાનિકોએ વ્યક્ત કર્યો આક્રોશ
સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પણ આ રોડ ધોવાઈ જાય છે ત્યારે અહીંયા માત્ર આવી માટી જ નાખવામાં આવે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય અને ખાડા તો દેખાતા જ નથી.રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીમાં છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. એસ.જી.હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. સોલા ભાગવત, હાઈકોર્ટ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ફરી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાજકોટ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ પડ્યો છે. માધાપર, ઘંટેશ્વર, ન્યારા, ખંઢેરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સતત વરસાદના કારણે ખરીફ પાકને નુકસાનની શક્યતા છે.
સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરના અઠવાલાઈન્સ, પારલે પોઈંટ, પાલ, અડાજણ, ઉધના, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ છે.