શોધખોળ કરો
EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં
પ્રતિકાત્મક તસવીર
1/5

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં, પરંતુ કેટલાક વિશેષ વર્ગના સભ્યો માટે છે. આ છૂટછાટથી કર્મચારીઓની કેટલીક કેટેગરીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતમાં છૂટછાટ આપવામાં આવી છે. આ પગલાથી તે કર્મચારીઓ માટે દાવો કરવાનું સરળ બનશે કે જેમના માટે આધાર કાર્ડ મેળવવું મુશ્કેલ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેઓને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મળી શકતા નથી.
2/5

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તે પણ એવા કર્મચારીઓ કે જેઓ ભારતમાં કામ કર્યા પછી તેમના દેશમાં ગયા અને આધાર મેળવી શક્યા નથી. આ ઉપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો જેઓને આધાર કાર્ડ આપવામાં આવતા નથી. કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
Published at : 04 Dec 2024 08:47 AM (IST)
આગળ જુઓ





















