શોધખોળ કરો

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું 25 લાખનું MD ડ્રગ્સ,  બે આરોપીની કરાઈ ધરપકડ 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સના કારોબારીઓએ હવે ડ્રગ્સ હેરફેર માટે નવી પદ્ધતિ અપનાવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સના કારોબારીઓએ હવે ડ્રગ્સ હેરફેર માટે નવી પદ્ધતિ અપનાવી છે. ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે. ડ્રગ્સ પેડલરોએ બસનો ઉપયોગ કર્યો છે જેથી પોલીસથી બચી શકાય.  શહેરમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 25 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ ઝપ્ત કર્યુ છે. ત્ત્યારે તમને જણાવી દઈએ કે ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે.

ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ લઈને બસમાં આવી રહેલા બે આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. ડ્રગ્સ પેડલરોએ મોડસ ઓપરેન્ડી બદલી છે. હેરફેરની રીત હવે બદલાઈને ખાનગી વાહનના બદલે સરકારી ટ્રાન્સપોર્ટ બસનો  ઉપયોગ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બંનેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી તે અંગે તપાસ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવીને ક્યાં સપ્લાય કરતા હતા તે દરેક પાસા પર પુછપરછ કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડ્રગ્સ ઝડપાયાનો સિલસિલો યથાવત છે. મુંદ્રા પોર્ટ પર ગત મહિને અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથી 21 હજાર કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતું 3 હજાર કિલો હેરોઈન ડ્રગ્સ ડીઆરઆઈએ ઝડપ્યું હતું. જે પ્રકરણમાં ત્યારબાદ સર્વપ્રથમ ચેન્નઈથી આશી ટ્રેડીંગ કંપનીના માલીક આયાતકાર દંપતી એમ. સુધાકરન અને દુર્ગા વૈશાલી અને ત્યારબાદ કેસના મુખ્ય આરોપી માનવામાં આવી રહેલા રાજકુમાર પી. ની ધરપકડ કરીને ભુજ કોર્ટમાં ડીઆરઆઈએ રજુ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Cruise Drugs Case: આર્યન ખાન મામલે પ્રાઈમ વિટનેસનો મોટો ખુલાસો, જાણો 

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. ડ્રગ્સ કેસને લઇને આર્યન ખાનના મામલામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. હવે એનસીબીના કામ પર સવાલ ઉઠવા લાગ્યા છે. આર્યન ખાનના આ કેસમાં સાક્ષી પ્રભાકર સેલે એફિડેવિટ મારફતે જણાવવામાં આવ્યું છે કે ગોસાવીના કહેવા પર તે યલો ગેટ પર પહોંચ્યો હતો. પ્રભાકરે કહ્યું કે તેણે ગોસાવીને કહેતા સાંભળ્યો હતો કે 8 કરોડ સમીર વાનખેડેને આપવાના છે. એનસીબીએ સાક્ષી બનાવીને 10 કોરા કાગળ પર સહી કરાવી હતી.

આર્યન ખાનની ધરપકડ  દરમિયાન બે અજાણ્યા વ્યક્તિની ચર્ચા રહી છે. જેમાં એક કિરણ ગોસાવી છે જેને એનસીબીએ સ્વતંત્ર પંચ બતાવ્યો હતો. હવે પ્રભાકર સૈલ નામના એક વ્યક્તિએ એફિડેવિટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે એનસીબીના કાવતરા તરફ ઇશારો કરે છે. એફિડેવિટમાં પ્રભાકર સૈલે દાવો કર્યો હતો કે તે કિરણ ગોસાવીની પાસે બોડીગાર્ડના રૂપમાં કામ કરે છે. તે ક્રૂઝ પર થયેલા દરોડાની રાત્રે ગોસાવીની સાથે હતો. તેણે તે રાત્રે ગોસાવીને સૈમ નામના વ્યક્તિને એનસીબીની ઓફિસ પાસે મળતો જોયો  હતો જે હવે રહસ્યમયી રીતે ગુમ છે. 

પ્રભાકરે કહ્યું કે ગોસાવીએ તેને જણાવ્યું હતું કે તેનો એકસપોર્ટનો બિઝનેસ છે અને તેણે પર્સનલ  બોડીગાર્ડના રૂપમાં કામ કરવાનું છે અને મીટિંગમાં તેની સાથે રહેવાનું છે. પ્રભાકરે સૈમ ડિસૂઝા નામના એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. પ્રભાકરે કહ્યું કે સૈમ ડિસૂઝા સાથે તેની મુલાકાત એનસીબીની ઓફિસ બહાર થઇ હતી. તે સમયે તે કેપી ગોસાવીને મળવા પહોંચ્યો હતો. બંન્ને એનસીબીની ઓફિસથી લોઅર પરેલ પાસે બિગ બજારની પાસે પોત પોતાની કારમાં પહોંચ્યા હતા. ગોસાવી સૈમ નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરૂ કરીને 18 કરોડ રૂપિયામાં ફિક્સ કરવાની વાત કરી રહ્યા છે. તેણે 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાની વાત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget