શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ખૂદ પિતાએ 20 વર્ષીય દીકરીની લાશ કોથળામાં નાંખીને સળગાવી દીધી, કારણ જાણીને ચોંકી જશો
મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના ખડિયા ગામના રહેવાસી અને મેઘાણીનગરના પુષ્પાનગરની રહેવાસી 20 વર્ષીય યુવતીની પહેલી ડિસેમ્બરે લાશ મળી આવી હતી.
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાંથી ગત પહેલી ડિસેમ્બરે સળગાવી દિધેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. યુવતીના પ્રેમપ્રકરણ બાબતે પિતાએ ઠપકો આપવા છતાં યુવતી ન માનતા તેને ધમકી આપીને માર માર્યો હતો. જેને કારણે નાસીપાસ થઈ ગયેલી યુવતીએ ઘરમાં દુપટ્ટા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ગુનામાં યુવતીના પિતાની યુપીથી ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઝલાશ તો બળી ગઈ હતી, પરંતુ લાશ પાસેથી એક બુટ્ટી મળી આવી હતી, જેને આધારે તપાસ કરતાં એકાદ કિ.મી. દૂર આવેલા ખાલી ઘરમાંથી ફોટો મળી આવ્યો હતો, જેમાં પણ આ બુટ્ટી હોવાથી પોલીસને બંને એક જ હોવાનું લાગ્યું હતું. આ પછી બાતમીદારો પાસે તપાસ કરતાં કંઇક બન્યું હોવાનું તેમના તરફ જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે યુવતીના ઘરે તપાસ કરતાં યુવતીનું મકાન અને તેસા સગાના મકાન ખાલી હતા. યુવતીની લાશનો નાશ કર્યા પછી તમામ લોકો યુપી વતન ભાગી ગયા હતા. મેઘાણીનગર પોલીસ યુપીથી યુવતીના પિતાની અટક કરીને અહીં લઈ આવી હતી. અહીં તેમની પૂછપરછ કરતાં તેમની દીકરીને પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પિતાએ આ અંગે યુવતીને સમજાવી હતી, પરંતુ ન માનતા ધાક ધમકી અને મારકૂટ કરી હતી. ગત 30મી નવેમ્બરે ભારતીએ રૂમમાં દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારના લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બારણું તૂટેલું નહી. આ પછી તેઓ ગમે તેમ કરી અંદર જતાં દીકરી મૃત્યુ પામેલી હતી.
પિતાની કબૂલાત મુજબ, તેઓ દીકરીના મોતથી ખૂબ જ ગભરાઇ ગયેલા. આ પછી પિતા, યુવતીના મામા અને માસાએ મળીને લાશનો નાશ કરવા માટે લાશને સળગાવી દીધી હતી. કોથળાની અંદર લાશ નાંખી સાંઇબાબા સોસાયટી પાસે આવેલા રેલવે ટ્રેક પાસે લાશ લઈ ગયા હતા અને અહીં બાઇકનું પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધી હતી. અમૂક આરોપીઓ પકડવાના બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement