Ahmedabad : સરસપુરની મસ્જિદમાં શંકાસ્પદ વસ્તુ હોવાનો કંટ્રોલ મેસેજ મળતા પોલીસ થઈ દોડતી
મસ્જિદમાં સંકસ્પદ વસ્તુ હોવાનો કંટ્રોલ મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ મસ્જિદ પાસે પહોંચ્યો હતો. પોલીસે મસ્જિદમાં જઈને તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
અમદાવાદઃ સરસપુર બ્રિજ નીચે આવેલ મસ્જિદે ફાતિમા મસ્જિદમાં સંકસ્પદ વસ્તુ હોવાનો કંટ્રોલ મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ મસ્જિદ પાસે પહોંચ્યો હતો. પોલીસે મસ્જિદમાં જઈને તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે મસ્જિદના આસપાસનાં લોકેશન પર તપાસ કરી હતી. ફેક મેસેજથી આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા.
નોંધનીય છે કે, અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતને લઇને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શોપિંગ મોલમાં સુરક્ષા વધારવાને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. મોલમાં આવતા તમામ વાહનોના ઊંડાણ પૂર્વક તપાસ કરવી. મોલમાં આવતા તમામ લોકોના સમાન અને વ્યક્તિને સ્કીનિંગ કર્યા વગર પ્રવેશ ના આપવો. મોલનાં એન્ટ્રી એકઝિટ પર આધુનિક કેમેરા કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડને રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
Tokyo Paralympics: સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને સરકારે આપ્યો 3 કરોડનો ચેક
અમદાવાદઃ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલનું સરકારે સન્માન કર્યુ છે. રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવિના પટેલને ચેક એનાયત કર્યો હતો. ભાવિના પટેલને 3 કરોડનો ચેક એનાયત કરાયો હતો.
નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ હતી. પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ગુજરાતની તત્કાલિન વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી આજે 3 કરોડનો ચેક તેને આપવામાં આવ્યો હતો.
ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલને રૂપાણી સરકાર 3 કરોડના ઇનામની જાહેરાત ઉપરાંત સરકારી નોકરી પણ આપવાની જાહેરાત કરી હતી. તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી તેમજ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન સીએમ મુખ્યમંત્રી રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી. ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે. પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.
ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના તેને સારી તાલીમ આપતા તે ઈતિહાસ રચી શકી છે.