શોધખોળ કરો
અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલાને આવ્યો પોઝિટિવ?
છેલ્લા 3 દિવસમાં જ 7500 પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓ પોઝિટિવ મળી આવ્યા છે.
![અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલાને આવ્યો પોઝિટિવ? Ahmedabad Police Corona Positive: Ahmedabad 7500 Police Personnel tested, 51 found Corona Positive અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7500 પોલીસકર્મીઓનો કરાયો કોરોના ટેસ્ટ, કેટલાને આવ્યો પોઝિટિવ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19012738/guj-covid.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં, તે માટે તંત્ર સતર્ક બન્યું છે. તેમજ કોરોનાના કેસો સામેથી પકડી પાડવા માટે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના આદેશથી પોલીસ કર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા 3 દિવસમાં જ 7500 પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 51 પોલીસકર્મીઓ પોઝિટિવ મળી આવ્યા છે. હજુ પણ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટની કામગીરી શરૂ છે. નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી ગયું છે. તેમજ કોરોના એક્ટિવ કેસો પણ 3 હજારની અંદર આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)