Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
અમદાવાદ શહેરમાં રવિવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 25 મિમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડ્યો છે.
![Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ Ahmedabad Rain 2 inches of rain turns CM Bhupendra Patel city into bat pre monsoon claims hollow Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/d4485c71e8b43dbd4c3da20e1c2f9d15171974250378076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad Rain Updates: ગુજરાતમાં ચોમાસું જામી (Gujarat monsoon 2024) ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad Rain) આજે હવામાન વિભાગની (IMD) ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસ બંધ (under pass close) કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી જીત્યા છે અને માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના (pre monsoon) દાવા પોકળ સાબિત થયા છે.
ઇસનપુરમાં ગટરના પાણી બેક માર્યા
અમદાવાદના ઇસનપુર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર ગટરનું પાણી બેક મારી રહ્યું છે. વરસાદ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ છે. ન્યુ રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આનંદ પાર્ટી પ્લોટ પાસે તળાવ જેવા દ્રશ્યો છે. ચાંદલોડિયાથી કારીગામ જતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા લોકોને દર વર્ષે ભરાતા પાણીને લઈ મુશ્કેલીઓ પડી રહી છે.મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં છેલ્લા અડધા કલાકમાં ધોધમાર વરસાદ છે. ઘોડાસર રાધિકા બંગલોની બહાર વરસાદી પાણી ભરાયા છે. બાપુનગરથી લઈ બોપલ સુધીના તમામ વિસ્તારમાં વરસાદ છે.
તપોવન વિસત હાઈવે પર તળાવ જેવા દ્રશ્યો
અમદાવાદના તપોવન વિસત હાઈવે પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વિસત નજીક આવેલા નોર્થ પ્લાઝા રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વાહન ચાલકો પાણીના ભરેલા તળાવમાંથી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. કોર્પોરેશનની ટીમો ગટરના ઢાંકણા ખોલી પાણીના નિકાલ માટે પ્રયાસ કર્યો હતો.
શહેરમાં સવારે 6 થી 12 સુધીમાં 25 મિમી વરસાદ
અમદાવાદ શહેરમાં રવિવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 25 મિમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 84.63 મિમી અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 36.58 મિમી વરસાદ નોધાયો હતો. રવિવારના દિવસે બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)