શોધખોળ કરો

AhmedabadRain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ, ભરાયા પાણી

અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં વરસાદનું આગમન થયું છે.

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે. અમદાવાદના મણિનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે વરસાદ વરસ્યો છે.  

લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.  

YMCA ચાર રસ્તા નજીક પણ વરસાદ વરસી રહ્યો છે. શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાવાની શરુઆત થઈ છે.  રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા. 

અમદાવાદમાં વહેલી સવારથી પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ વરસ્યો છે.  ઓઢવ,ચકુડિયા મહાદેવ,નિકોલ,લાંભા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સરખેજ, જોધપુર, વેજલપુર, બોપલ અને મકતમપુરામાં પણ વરસાદ વરસ્યો છે.  ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે.  સિઝનનો કુલ 8.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  વાસણા બેરેજના દરવાજા હાલ બંધ કરવામાં આવ્યા છે.  

આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે.   આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ,  ભરૂચ,  નર્મદા,  છોટાઉદેપુર, વડોદરા, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

જ્યારે ભાવનગર,  નવસારી,  ડાંગ,  વલસાડ,  દીવ,  દમણ,  દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હળવા વરસાદની આગાહી દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને  ગીર સોમનાથમાં કરવામાં આવી છે.  

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ  આપ્યું છે. તાપી, નવસારી,વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. 15થી 17 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે . 17થી 24 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગષ્ટમાં વરસાદી ઘટ પૂરી થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad Landslides CCTV | 400થી વધુ લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલનના સીસીટીવી આવ્યા સામેAhmedabad Crime | ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો ફોન | કહ્યું, ઘરમાં લૂંટારા ત્રાટક્યા છેKolKata Doctor Case | કોલકાતા હત્યાકાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આવતી કાલે હાથ ધરાશે સુનાવણીGujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ,  મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
Vadodara: વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડનો પર્દાફાશ, મૃત વ્યક્તિના નામે જોબ કાર્ડ બનાવી ઉપાડ્યા રૂપિયા
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
ઘરની ઉપરથી આવ્યું પાણી, જોતજોતામાં બધુ જ તણાઇ ગયુ, જુઓ વાયનાડ ભૂસ્ખલનના CCTV
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Moradabad: UPના મુરાદાબાદમાં નર્સ સાથે હેવાનિયત, ડોક્ટરે બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
Kolkata Case:  આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત
News: ક્રૂરતાની તમામ હદો પાર, આ દેશમાં મહિલાઓ સાથે થઇ રહ્યું છે દુષ્કર્મ, વિરોધ કરનારાઓ પર ફાયરિંગ, 85ના મોત
News: ક્રૂરતાની તમામ હદો પાર, આ દેશમાં મહિલાઓ સાથે થઇ રહ્યું છે દુષ્કર્મ, વિરોધ કરનારાઓ પર ફાયરિંગ, 85ના મોત
Taliban: તાલિબાને ઉડાડ્યુ ભારતનું એટેક હેલિકૉપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ, તસવીરોમાં જુઓ નજારો...
Taliban: તાલિબાને ઉડાડ્યુ ભારતનું એટેક હેલિકૉપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ, તસવીરોમાં જુઓ નજારો...
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Recruitment 2024: બેન્કથી લઇને રેલવે સુધી, અહીં થઇ રહી છે મોટાપાયે સરકારી ભરતી
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત
Raksha Bandhan 2024: આજે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Embed widget