AHMEDABAD : પાસપોર્ટની સમસ્યાઓના નિવારણ માટે પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ યોજ્યો પાસપોર્ટ કેમ્પ, 800 નાગરિકોએ લીધો લાભ
Passport Camp in Ahmedabad : ગુજરાતમાં પ્રથમ વખત પાસપોર્ટની સમસ્યાઓને એક જ જગ્યાએ તાત્કાલિક દૂર કરવાનો રીજનલ પાસપોર્ટ કચેરીએ નવતર પ્રયોગ હાથ ધર્યો.
Ahmedabad : પાસપોર્ટ મેળવવો એ આજે પણ સાત કોઠા વીંધવા જેટલું મુશ્કેલ કામ છે. વર્ષોથી મામૂલી ટેક્નિકલ ક્વેરીઓને કારણે લાખો લોકોના પાસપોર્ટ અટવાઈ પડેલા છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત પાસપોર્ટની સમસ્યાઓને એક જ જગ્યાએ તાત્કાલિક દૂર કરવાનો રીજનલ પાસપોર્ટ કચેરીએ નવતર પ્રયોગ હાથ ધર્યો.
પાસપોર્ટની સમસ્યાઓના નિવારણ માટે અમદાવાદ સ્થિત રાજ્યની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ પાસપોર્ટ કેમ્પ યોજ્યો. આ કેમ્પ જેમાં 800 જેટલા લોકો પોતાની સમસ્યા લઈને કેમ્પમાં આવ્યા. જેમાંથી મોટા ભાગના લોકોની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો.
ગુલબાઈ ટેકરા સ્થિત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં બે ભાગમાં ખાસ કેમ્પ આયોજિત કરાયો છે. ગત 1 જાન્યુઆરીથી 30મી જૂન સુધીની કોઈપણ વ્યક્તિની પાસપોર્ટને લગતી કોઈ પણ સમસ્યાનો આ કેમ્પમાં રીજનલ પાસપોર્ટ ઓફિસર દ્વારા ત્વરિત નિકાલ કરવાનું જણાવાયું.
રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ જણાવ્યું હતું કે, 27 ઓગસ્ટના પાસપોર્ટ કેમ્પમાં ગત 1 જાન્યુઆરીથી 30 જૂન દરમિયાન થયેલી એપ્લિકેશનનો નિકાલ કરવા માટે આ કેમ્પનું આયોજન કરાયું.
કોઈની સામે ક્રિમિનલ કેસ પેન્ડિગ હોય તો કોર્ટ પરમિશનના આધારે ત્વરિત પાસપોર્ટ આપી દેવાશે. આવા અરજદારને કોર્ટ આદેશ મુજબના વર્ષનો પાસપોર્ટ અપાશે.ઘણા કેસમાં પિતા કે માતાની મંજૂરી હોતી નથી, તો તેમાં સિંગલ પેરેન્ટ એપ્લિકેશન આવે છે. પિતા કે માતા સહમતિ આપે તો તેની આગળ પ્રોસેસ થશે. આવા 800 જેટલા કેસ લઈને લોકો આવ્યા હતા.
અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો કે, હજી પણ રાજ્યમાં વ્યાજખોરોનો આતંક અટક્યો નથી. હવે અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
કોરોનાકાળમાં મિનરલ વોટર પ્લાન્ટનો ધંધો ઠપ્પ થતા યુવકે વ્યાજે રુપિયા લીધા હતા. જો કે યુવકે 10 લાખ રુપિયા આપી દીધા હોવા છતા 8 લાખ વધુ માંગતા યુવકે આપધાત કરી લીધો. હવે આ મામલે પોલીસે 3 લોકો સામે આત્મહત્યા અને દુશ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :