શોધખોળ કરો

Doctor Strike : અમદાવાદમાં જુનિયર-સિનિયર પછી હવે રેસીડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર જશે

અલગ અલગ ચાર માગણીઓ સાથે હડતાળ રેસીડેન્ટ તબીબો ઉપર જશે. NEET PG ૨૦૨૧ ની કાઉન્સિલિંગની પ્રક્રિયા પાછી ઠેલાવવાના કારણે નવા રેસિડેન્ટ તબીબોની ભરતી કરવા માંગ ઉઠી છે. 

અમદાવાદઃ જુનિયર તબીબો અને સિનિયર તબીબો બાદ હવે રેસીડેન્ટ તબીબો હડતાળ ઉપર જશે. અલગ અલગ ચાર માગણીઓ સાથે હડતાળ રેસીડેન્ટ તબીબો ઉપર જશે. NEET PG ૨૦૨૧ ની કાઉન્સિલિંગની પ્રક્રિયા પાછી ઠેલાવવાના કારણે નવા રેસિડેન્ટ તબીબોની ભરતી કરવા માંગ ઉઠી છે. 

કોરોના સમયે બોન્ડેડ ડ્યુટી વર્ષ 2018ની બેચ માટે માત્ર સીમિત હોવા અંગે પણ વિરોધ કરાયો છે. યુ.જી .અને પી.જી .સુપર સ્પેશ્યલ રેસિડેન્ટ તબીબો માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવાની માંગ છે. બોન્ડેડ તબીબોની નિમણૂક તેમની સ્પેશ્યાલીટી અંતર્ગત કરવા રેસિડેન્ટ તબીબોની માંગણી કરાઈ છે. બીજે મેડિકલ કોલેજ, NHL, શારદાબેન હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ ઉપર જશે.1000 રેસિડેન્ટ તબીબો હડતાળ ઉપર જવાથી રૂટિન OPDને અસર પડવાની શક્યતા છે. 

 ઓમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ તૈયારી કરી છે.  શહેરની 70 હૉસ્પિટલના 2500 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. 

AHNA આગામી સમયમાં કેંદ્ર અને એવિયેશન વિભાગને પત્ર લખી એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર આવતા મુસાફરોના ટેસ્ટિંગ ઉપર ભાર મુકવાને લઈને રજૂઆત કરશે. આ સાથે ટિકીટ બુક કરાવતા સમયે વેક્સીનેશનના સર્ટિફિકેટ ફરજિયાત જોડાણ કરવા પણ AHNA આરોગ્ય વિભાગને સૂચન કરશે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન AHNAની 180 હોસ્પિટલમાં 15000 કરતા વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. 

ગુજરાતીઓ માટે ચેતવણી, રાજ્યમાં ‘ઓમિક્રોન’નો ભોગ બનેલા વૃધ્ધ કઈ રસીના બંને ડોઝ લીધેલા ? આ રસીથી રહેજો દૂર......

ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધને ‘ઓમિક્રોન’ વાયરસનો ચેપ લાગતાં આ વૃધ્ધ કોરોનો પોઝિટિવ આવ્યા છે.

આ વૃધ્ધના કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, તેમણે રસીના બંને ડોઝ લીધા હતા છતાં તેમને ‘ઓમિક્રોન’નો ચેપ લાગ્યો અને કોરોના થયો છે. આ વૃધ્ધે ચાઇનીઝ રસી સાઇનોવેક્સના બન્ને ડોઝ લીધા હતા તેથી ચાઈનીઝ રસી લેતાં પહેલાં લોકોએ ચેતવા જેવું છે. ભારતમાં આ રસી માન્ય નથી પણ વિદેશમાં રહેતાં ગુજરાતીઓએ પોતાનાં સગાંને આ મુદ્દે ચેતવવાં જોઈએ. આ વૃધ્ધના સેમ્પલ પૂણે મોકલાયા હતા અને તે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું શનિવારે કન્ફર્મ થયું હતું.

ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને 29 નવેમ્બર શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબોરેટરીમાં પોતાનો કોરોનાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ આફ્રિકાથી આવ્યા હોવાથી સેમ્પલ્સ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલાયા હતાં. આ સેમ્પલનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવતા ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.

આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ કહ્યું કે, આ વૃધ્ધ વિદેશથી આવ્યા તેના બીજા જ દિવસથી આઇસોલેટ કરાયા હતા.  ઝિમ્બાબ્વેથી જામનગર મોરકંડા રોડ પર ગત  28 નવેમ્બરના રોજ પોતાન સાસરે આવેલા વૃધ્ધને શરદી, ઉધરસ હોવાથી તે આવ્યા ત્યારથી ડેન્ટલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયા છે અને તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget