શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: જમીન દલાલો, કાપડના વેપારીઓ અને ફાયનાન્સરો પાસેથી કેટલા કરોડની રોકડ અને સોનું મળ્યું? આંકડો જાણીને ચોંકી જશો
આ રેડમાં આવકવેરા વિભાગને રૂપિયા 10 કરોડ રોકડા અને રૂપિયા 3.90 કરોડના સોનાના દાગીના મળ્યાં છે. 16 જગ્યામાંથી 3 ઓફિસ અને બંગલા આવકવેરા વિભાગે સિઝ કર્યાં છે.
મંગળવારે વહેલી સવારથી જ અમદાવાદના જમીન દલાલો, કાપડના વેપારીઓ, ફાયનાન્સરો પર પડેલી ઈન્કમટેક્સ વિભાગની રેડ ગુરુવાર સાંજ સુધી ચાલી હતી. આ રેડમાં આવકવેરા વિભાગને રૂપિયા 10 કરોડ રોકડા અને રૂપિયા 3.90 કરોડના સોનાના દાગીના મળ્યાં છે. 16 જગ્યામાંથી 3 ઓફિસ અને બંગલા આવકવેરા વિભાગે સિઝ કર્યાં છે.
કાપડના વેપારીઓએ કરેલી કરચોરીની રકમ જમીન દલાલોને આપતા હતા અને દલાલો જમીનમાં અને બિલ્ડરોને આ નાણાં આપતાં હતા તેવું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં કાપડના વેપારી શિવકુમાર ગોગીયા, મોહનલાલ મગરાણી અને વિજયકુમાર મગરાણીની લેડીઝ ડ્રેસ મટીરિયલના માલની ઓછી કિંમત આંકીને કરચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી બેનંબરની આવક જમીનના દલાલ સુરેશ ઠક્કર, ધીરેન રામભાઈ ભરવાડ, ધવલ અરવિંદભાઈ તેલી, રામભાઇ ભુરાભાઈ ભરવાડ, દિપક રામભાઇ ભરવાડ અને અનિલ રામભાઇ ભરવાડને આપતા હતા તેવું વેપારીઓએ ઈન્કમટેક્સના અધિકારીઓને જણાવ્યું હતું. આ લોકો આ કાળાંનામાનો ઉપયોગ બિલ્ડરોને આપતાં તેમજ જમીનોમાં રોકતા હોવાનું બહાર આવ્યું છે.
આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ગુરુવાર સાંજ સુધી ચાલુ હતી. જ્યારે 16માંથી 3 જગ્યાઓએ વાંધાજનક દસ્તાવેજો વધારે પ્રમાણમાં હોવાથી સીલ કર્યાં છે. આ લોકોને ત્યાથી રૂપિયા 10 કરોડ રોકડા તેમજ રૂપિયા 3.90 કરોડના સોનાના દાગીના મળ્યા છે. વધારામાં મોટા પ્રમાણમાં રોકાણના ચોપડા અને ડીજિટલ ડેટા મોટા પ્રમાણમાં મળી આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement