શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મંજૂરી ન હોવા છતા ઇસનપુરની સ્કૂલના શિક્ષકો ઘૂમ્યા ગરબે, વીડિયો વાયરલ
ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોનો ગરબા રમતો હોય તેવો વીડયો ફેસબૂક પર વાયરલ થયો છે.
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે આ વર્ષે ગુજરાતમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અમદાવાદની એક સ્કૂલના શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા અને શિક્ષકો ગરબે રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોનો ગરબા રમતો હોય તેવો વીડયો ફેસબૂક પર વાયરલ થયો છે. જાહેર કે ખાનગી સ્થળે ગરબાની પરવાનગી ન હોવા છતાં ગરબા રમવાનો વીડિયો વાયરલ થયો છે. માતાજીની આરતી બાદ શાળા પરિસરમાં શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા.
નવરાત્રી નિમિતે અમદાવાદ શહેર પોલીસે નિવેદન આપ્યું છે. અમદાવાદ શહેર પોલીસના સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગરબા રમવા માટેની કોઈ જ મંજૂરી નથી. માત્ર પૂજા અને આરતી માટેની મંજૂરી છે. અમદાવાદીઓ પોલીસ અને તંત્રને સાથ સહકાર આપે. અત્યાર સુધીમાં 1775 અરજીઓ આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion