શોધખોળ કરો

અમદાવાદઃ સાસુની હત્યારી MBA નિકિતાને સસરા સાથે હતા શારીરિક સંબંધ ? સસરા સાથેના સંબંધથી થયેલી પ્રેગનન્ટ ? કોણે કરેલો આ આક્ષેપ ?

નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી. આ વાતને લઈને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી.

અમદાવાદઃ શહેરના ગોતામાં આવેલા રોયલ હોમ્સમાં એમબીએ થયેલી નિકિતાએ સાસુની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોતાની સાસુની ક્રૂર હત્યા કરનારી નિકિતા અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં નિકિતા બે મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેના પેટમાં રહેલા ગર્ભને લઈને પણ સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે. નિકિતા અગ્રવાલની સાસુ રેખાબેન વહુ અને સસરા પર આડા સંબંધના આક્ષેપ કરતી હતી. નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી. આ વાતને લઈને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી. આ તમામ બાબતોનો ખુલાસો નિકિતાએ પોલીસ તપાસમાં કર્યો છે. આ હત્યાકાંડની વિગતો એવી છે કે, ગોતામાં આવેલા રોયલ્સ હોમ્સમાં 103ના મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે પડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદરની બાજુ તો સામાન્ય કકળાટે ખુની રૂપ ધારણ કર્યો હતો. પુત્રવધૂએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવવાના પ્રયાસ પણ કર્યા હતા. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. હત્યા કર્યા બાદ નિકિતા પોતાનાના રૂમ માં બંધ થઈ ગઈ હતી. રૂમમાં અંદરથી લોક થઈ ગઇ હોવાનું કહીને લગભગ અઢી કલાક સુધી પતિ દીપક માટે દરવાજો પણ નહોતો ખોલ્યો. અંતે પતિ દીપક ઘરની બાલ્કનીમાં સીડી લગાવીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને પોતાની માની લોહીલુહાણ લાશ જોઈ અને સમગ્ર હકીકત સામે આવી. આ પરિવાર મૂળ રાજેસ્થાનનો છે. અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહેતા હતા. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહોતા દેતા. નિકિતાના સસરા કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને પતિ કોઈ કામથી ઘરે નહોતો. તેવામાં જ્યારે બંને ઘરે એકલા હતા ત્યારે ફરીવાર તકરાર થતાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી. નિકિતા 2 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. રવિવારથી રાંધણ ગેસની બોટલ નોંધાવવી હશે તો જૂનો નંબર નહીં ચાલે, હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ? કોરોના વાયરસના કારણે વધુ 11 હજાર કર્મચારીઓની છટણી કરશે વોલ્ટ ડિઝની વર્લ્ડ, જાણો વિગત IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
Embed widget