શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં દારૂનાં નશામાં ધૂત યુવતીને સ્કૂટર પર જતાં પરિવાર પર કાર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, જાણો વિગત
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં ગુજરાતમાં દારૂ પીનારાઓમાં કોઈ ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. ત્યારે અમદાવાદનાં સાઉથ બોપલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતાં પરિવાર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી માર માર્યો હતો. આ ઘટના બનતાં જ ટ્રાફિકના જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલા સોબો સેન્ટર પાસે દારૂના નશામાં છાટકી બનેલી યુવતીએ સ્કૂટર પર જતાં એક પરિવાર પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાદ પરિવારને માર માર્યો હતો. યુવતી દારૂનાં નશામાં એટલી ધૂત હતી કે તે પોતાની જાતને પણ સંભાળી શકતી ન હતી ત્યારે તેવી અવસ્થામાં કાર ચલાવી રહી હતી.
જોકે, સ્કૂટર પર સવાર દંપતી દ્વારા પોલીસને જાણ કરાતાં બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દારૂના નશામાં છાટકી બનેલી યુવતીએ જાહેર રસ્તામાં મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારે બોપલ પોલીસ દ્વારા યુવતીની અટકાયત કરી તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion