Ahmedabad : સસરાએ પુત્રવધૂ પર બગાડી નજર, દીકરાની ગેરહાજરીમાં પરાણે બાંધતો શારીરિક સંબંધ ને....
શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો.
અમદાવાદઃ શહેરમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ ખૂદ પોતાના જ દીકરાની પત્ની પર નજર બગાડી હતી અને દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને પરાણે સંબંધો બાંધ્યા હતા. જોકે, બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે.
શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો. પુત્ર ઘરે ના હોય ત્યારે ધાકધમકી આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પરિણીતાએ દાણીલીમડા પોલીસમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : પ્રેમિકા સાથે શરીરસુખ માણ્યા પછી ઝેર પીવડાવીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદઃ શહેરના રખિયાલમાં પ્રેમિકા સાથે શરીરસુખ માણ્યા પછી પ્રેમીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. સગીર પ્રેમિકાની સગાઈ નક્કી થતાં બંને ભાગી ગયા હતા. જોકે, બે સંતાનનો પિતા લગ્ન કરી શકે તેમ ન હતો. બીજી તરફ પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ પ્રેમિકાની ઝેર પીવડાવીની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપીએ સગીરાની લાશ ઝાડીમાં ફેંકી દીધી હતી. જોકે, રખિયાલ પોલીસે ગણતરીની જ કલાકોમાં જ આરોપી દિલીપ ઉર્ફે બાબો ઠાકોરની ધરપકડ કરી લીધી હતી.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, શહેરના રખિયાલમાં રહેતી અને મૂળ દસક્રોઇ તાલુકાની સગીરાને તેના જ ગામના દિલીપ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા તેની સાથે શારીરિક સંબંધ માણતી હતી. દરમિયાન સગીરાના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા.
સગીરાના લગ્ન નક્કી થઈ જતાં બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કરી નાંખ્યું હતું. પ્લાન પ્રમાણે દિલીપ સાથે પ્રેમિકા બાઇક પર ઘરેથી ભાગી ગઈ હતી. આ પછી સગીર પ્રેમિકાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, પ્રેમીએ અગાઉથી જ જંતુનાશક દવા ખરીદી રાખી હતી.
છેલ્લે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાએ લગ્ન માટે જીદ કરતાં પ્રેમીએ ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી નાંખી હતી અને લાશ ઓઢવ રિંગ રોડ પર ઝાડીમાં ફેંકી દીધી હતી અને પછી ઘરે જતો રહ્યો હતો. બીજી તરફ સગીરાના માતા-પિતાની ગુમ થયાની ફરિયાદને આધારે તપાસ કરતાં બાબો ઠાકોર સાથે તેના પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પ્રેમીની ધરપકડ કરી લીધી હતી.
આરોપીની પૂછપરછમાં તે પરણીત હોવાનું અને બે બાળકોનો પિતા હોવાથી સગીર પ્રેમિકાને અપનાવી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. પ્રેમિકાને અપનાવી શકે