ઓમિક્રોનના ખતરા વચ્ચે AMCએ આ કાર્યક્રમ યોજવા લીધો નિર્ણય
જેમાં સવાર અને સાંજના સમયે મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. એક સાથે 300 વ્યક્તિઓને પ્રવેશ અપાશે.
![ઓમિક્રોનના ખતરા વચ્ચે AMCએ આ કાર્યક્રમ યોજવા લીધો નિર્ણય AMC decided to hold the event amidst the threat of Omicron ઓમિક્રોનના ખતરા વચ્ચે AMCએ આ કાર્યક્રમ યોજવા લીધો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/9b776dbc06b2db003f637c6b773dba7c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ઓમિક્રોનના ખતરા વચ્ચે અમદાવાદ કોર્પોરેશને ફ્લાવર શો યોજવાનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં 8 જાન્યુઆરીથી આરોગ્યની થીમ પર ફ્લાવર શો યોજાશે. કોરોનાની ધીમી ગતિએ વધતા કેસના કારણે કોર્પોરેશનને ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ રદ કરી ફ્લાવર શો યોજવાની જાહેરાત કરી છે. આ વર્ષે અમદાવાદમાં ફ્લાવર શો આરોગ્યની થીમ પર 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં બેંગ્લોર, હૈદરાબાદ, પુના સહિતના શહેરમાંથી અલગ અલગ ફૂલ પ્રદર્શનીમાં મૂકવામાં આવશે.
કોરોનાના કારણે પાર્ક અને ગાર્ડન વિભાગે ત્રણ અલગ અલગ SOP તૈયાર કરી છે. જેમાં સવાર અને સાંજના સમયે મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. એક સાથે 300 વ્યક્તિઓને ફ્લાવર શોમાં પ્રવેશ અપાશે. જો એક સમયે 400થી વધુ નાગરિકો ભેગા થઈ જશે તો અન્ય મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.
દેશમાં વધ્યા કોરોનાના કેસ
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 15માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7774 નવા કેસ નોંધાયા છે અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92,281 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 245 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 132,93,84,230 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 89,56,784 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,89,459 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો
US Tornadoes: અમેરિકમાં ચક્રવાતી તોફાને મચાવ્યો કેર, 100થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, અનેક ઇમારશ ધરાશાયી, જાણો કેવી છે, સ્થિતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)