શોધખોળ કરો
અમદાવાદમાં સુપર માર્કેટમાં 4.67 લાખની ચોરી, લુટારાઓ સીસીટીવીમાં કેદ

અમદાવાદ: અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક સુપર માર્કેટમાં 4 લાખ 67 હજાર ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સુપર માર્કેટના સ્ટાફ તથા આસપાસના લોકોની પૂછપરછ કરી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. થલતેજ સિંધુ ભવન રોડ પર આવેલા બજરંગ સુપર માર્કેટમાં શખ્શ બારીની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેશ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ વેપારીઓને ચૂકવવાના 4 લાખ 65 હજાર રૂપિયા લઇ ફરાર થઇ ગયો હતો. ધટના બની ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ કોમ્પલેક્સનો સિક્યોરિટી ગાર્ડ રાત્રે સુઈ ગયો હતા. હાલ આ મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વધુ વાંચો





















